Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ગિરનાર પરિક્રમા ૪૦૦ સાધુ-સંતો સિવાય શ્રધ્ધાળુઓને ગીર અભ્યારણમાં પ્રવેષ નિષેધ

પ્રવેશ કરનાર સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ મુજબ કાર્યવાહી થશે

જૂનાગઢ :કોરોનાની ગાઇડલાઇન અનુસાર કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પરિક્રમા માત્ર ૪૦૦ સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીત યોજાશે. ગિરનાર પરિક્રમા દરમિયાન સાધુ-સંતો સિવાય શ્રધ્ધાળુઓને ગીર અભ્યારણમાં પ્રવેષ નિષેધ કરવામાં આવ્યો છે.

 જૂનાગઢ ખાતે કારતક સુદ અગિયાસરથી કારતક સુદ પૂનમ દરમિયાન ગિરનાર પરીક્રમા યોજાનાર છે. જેમાં સાધુ-સંતો સિવાય શ્રધ્ધાળુઓને ગીર અભ્યારણમાં પ્રવેષ નિષેધ કરવામાં આવ્યો છે. સરકારશ્રી દ્વારા તા.૯/૧૧/૨૦૨૧ના પરિપત્ર મુજબ મર્યાદિત ૪૦૦ સાધુ-સંતો દ્વારા આ વર્ષે પરિક્રમા યોજવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય કોઇ અન્ય પ્રવેશ કરી નિષેધતાનો ભંગ કરે તો તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ મુજબ કાનુની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જૂનાગઢ નાયબ વન સંરક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે.

(8:51 pm IST)