Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જુનાગઢમાં પાનની દુકાનમાં ચોરી કરનાર ર શખ્સો ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ર : જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ખામધ્રોળ રોડ હર્ષદનગર સોસાયટીમાં આવેલ અજમેરી પાન નામની દુકાનમાં રાત્રીના સમયે કેબીનનું પતરૂ ઉચકાવી ટી.વી.સેટઅપ બોકસ, કાઉન્ટર તથા પાન-માવાની સામગ્રીની ચોરી કરી નાશી જનાર અજાણ્યા ઇસમોને દબોચી લઇ ગણતરીના દિવસોમાં અનડીટેકટ ઘરફોડ ચોરીનો ભેદ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે વિજય ઉર્ફે અર્જુન દાજીભાઇ બચુભાઇ ચુનારા દેવીપુજક ઉ.ર૩ રહે. બોસકાગામ, તા.વીરમગામ જી. સુરેન્દ્રનગર હાલ રહે. જુનાગઢ સાબલપુર ચોકડી ખાંડીયામાં ત્રિમુતી કારખાના સામે. અજય ગોપાલભાઇ મોહનભાઇ પરમાર વાજા ઉ.ર૭ રહે. ધોરાજી બસ સ્ટેન્ડ પાછળ, શ્રીનાથજી સોસાયટી, હેમીબેન પટેલના ક્રિષ્ના મકાનમાં ભાડેથી હાલ રહે. જુનાગઢ સાબલપુર ચોકડી ખડીયામાં ત્રીમુર્તિ કારખાના સામેની સેમસંગ કંપનીનું ટી.વી.કિ. રૂ.પ૦૦૦, વીડીયોકોન કંપનીનું સેટઅપ બોકસ કિ. રૂ.પ૦૦, હિરો કંપનીનું સ્પેલન્ડર મો.સા.રજી.નંબર જીજે૦-૩ જેજે ૩૯૦૬ કિ. રૂ.ર૦,૦૦૦, મો.કોન-ર કિ. રૂ. ર૦,૦૦૦ જીઓ કંપનીનું વાઇફાઇ કિ. રૂ. ૧,૦૦૦ કુલ કિ. રૂ. ૪૬, પ૦૦ સાથેધરપકડ કરી છે.

આ કામગીરી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના ઇ.યા.પો. ઇન્સ એચ.આઇ.ભાટી પો.સ.ઇ.ડી.જી.બડવા, તથા પો.સ.ઇ. એ.ડી.વાળા વા.પો.સ.ઇ. ડી. એમ. જલુ, એ.એસ.આઇ. વિ.એન.બડવા, પો.હેડ.કોન્સ  વિ.કે. ચાવડા, વાય.એસ.જોજા જયદિપભાઇ કનેરીયા તથા પો.કોન્સ. સાહિલ સમા, દેવશીભાઇ નંદાણીયા, વિગેરે પોલીસ સ્ટાફએ કામગીરી કરેલ છે.

(3:57 pm IST)