Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કમળાપુર ગામે બે ભેંસની ચોરી કરનાર ત્રિપુટીનેે એલસીબીએ ઝડપી લીધા

પકડાયેલ ત્રિપુટી સગાસંબંધીને ત્યાં મહેમાન બનીને જતા અને તે જ વિસ્તારમાં રેકી કરી સીમમાંથી પશુઓની ચોરી કરી વેચી દેતા'તા

રાજકોટ, તા., ૧૨: જસદણના કમળાપુર ગામની સીમમાંથી બે ભેંસની ઉઠાંતરી કરનાર ત્રિપુટીને રૂરલ એલસીબીએ ઝડપી લીધી હતી.

કમળાપુર ગામે ભીમજીભાઇ હરીભાઇ વઘાસીયાના વાડામાં બાંધેલ બે ભેંસો કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયાનું ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ થતા આ ચોરીનો ભેદ ઉકેલવા ઇન્ચાર્જ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.આર.ગોહીલ તથા પીએસઆઇ એસ.એ.રાણાની ટીમે તપાસ કરતા કમળાપુર ગામમાં  પ્રવિણ કાબાભાઇ માથાસુરીયા (રહે. લલીતપુર, જુના જકાતનાકા સામે, દેવીપુજક વાસ, તા. ધોળકા) , અજય કેશુભાઇ માથાસુરીયા (રહે. સોખડા રોડ, ખેડા)  તથા રવજી રાઘવભાઇ માથાસુરીયા (રહે. સોખડા રોડ, ખેડા) દેખાયા હોવાની હકિકત મળતા અને આ ત્રણેય શખ્સો અગાઉ પશુચોરીમાં પકડાયેલ હોવાની બાતમી મળતા ત્રણેયને દબોચી લીધા હતા. પકડાયેલ ઉકત ત્રિપુટીએ કમળાપુર ગામેથી બે ભંેંસની ચોરી કર્યાની કબુલાત આપતા ત્રણેયની અટકાયતમાં લઇ ભાડલા પોલીસને હવાલે કરાયા હતા.

પકડાયેલ ત્રિપુટી જે વિસ્તારમાં તેમના સગા સબંધીઓ રહેતા હોય તે વિસ્તારમાં મહેમાન બનીને જઇ આજુબાજુના વાડી વિસ્તારમાં પશુ બાંધેલા છે કે કેમ? તેની રેકી કરતા હતા અને બાદમાં રાત્રીના સમયે પશુઓને હાંકી થોડે દુર જઇ વાહન ભાડે મંગાવી અમદાવાદ ખાતે ઢોર બજારમાં પશુ વેચી નાખતા હતા.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા, હે. કો. બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કો. મેહુલભાઇ બારોટ, રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા, પ્રણયભાઇ સાવરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, ડ્રાઇવર એએસઆઇ અમુભાઇ વીરડા, પો.કો. સાહીલભાઇ ખોખર તથા અનિરૂધ્ધસિંહ જાડેજા રોકાયા હતા.

(2:59 pm IST)