Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા વતન ચમનપર ગામની મુલાકાત લીધી

મોરબી : ચમનપર ગામે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જગદીશભાઇ ચારોલાની દીકરી મિસ્ટીના જન્મદિવસ પ્રસંગે ઉપસ્થિત રહી દીકરીઓના જન્મને વધાવી હતી. મેરજાએ જણાવ્યું હતું કે, ચમનપર મોરબી જિલ્લાનું એક આદર્શ ગામ છે જયાં આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ નથી. ઉપરાંત આ ગામનું પુસ્તકાલય અનેક યુવક-યુવતીઓ અને વાંચન રસીકોને પ્રોત્સાહન પુરુ પાડી રહ્યું છે. દીકરીઓને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે નાનામાં નાના દીકરી જન્મ દિવસ જેવા પ્રસંગે પણ હાજરી આપી છે. મેરજાએ ગામમાં આવેલ હનુમાનજી મંદિરે દર્શન કરી અને ગામના દિકરા તરીકે વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત ખેવરીયા ગામના અગ્રણી નારણભાઈ રબારીની સાથે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

(1:02 pm IST)