Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અમરેલીના દુધાળા બસ સ્ટેશન પાસે ટ્રક હડફેટે ૧૨ વર્ષની શિતલ પરમારનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧ર : નાગેશ્રીના દુધાળા બસ સ્ટેશન પાસે જાફરાબાદના વઢેરા ગામના વિનુભાઇ ખીમાભાઇ પરમાર તેમના પત્ની અને દિકરી દુધાળા ગામની સીમમાં કપાસ વિણવા ગયેલ. સાંજના રાજુલા ઉના હાઇવે રોડ ઉપર ટ્રક નં.જી.જે. ૧૮ બીટી પ૧૦પના ચાલક મહંમદ શકીલ કુરેશીએ દિકરી શિતલ (ઉ.વ.૧ર)ને હડફેટે લઇ ગંભીર ઇજા કરી મોત નીપજાવ્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અકસ્માત

ધારી તાલુકાના દેવળા ગામે હાલ સુરત મુળ ખોડીયાણા તા. સાવરકુંડલાના સતીષભાઇ ધીરૂભાઇ ધડુક ઉ.વ.ર૩ની અરટીગા કાર જીજે ૧૬ બીબી ૬૧૭ર સાથે છકડો રિક્ષા જીજે૧૧ ઝેડ ૪૬૬૯ના ચાલકે પુર ઝડપે અને બે ફીકરાઇથી  ચલાવી ફોર વ્હીલ સાથે સાથે છકડો રીક્ષા જીજે ૧૧ ઝેડ ૪૬૬૯ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફોર વ્હીલ સાથે અથડાવી કારને ટોટલ લોસ ડેમેજ કરી રૂપિયા ત્રણ થી ચાર લાખનું નુકસાન કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દારૂ જપ્ત

પીપળવા ગામે રહેતા ભાવેશ પુંજાભાઇ ડેર પાસેથી એએસઆઇ શકિતસિંહ ગોહિલે ૧ર બોટલ ઇગ્લીશ દારૂ રૂ.૪૮૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

માર માર્યો

બાબરા તાલુકાના કરીયાણા ગામે કીડી ગામના અશોકભાઇ વીરજીભાઇ ગોલાણી ઉ.વ.ર૩ને કરીયાણા ગામે રહેતા લાલજીભાઇ કાપડીયાની દિકરી સાથે પ્રેમ સબંધ  હોય જે મનદુઃખના કારણે સુભાષ ભનાભાઇ, અજય ગોવિંદભાઇ ઝાપડીયાએ પાવડા વડે માર મારી ઇજા કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:59 pm IST)