Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શને રાજયમંત્રી વિનોદભાઇ મોરડીયા

 વેરાવળ-પ્રભાસ પાટણઃ પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે રાજય કક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયા એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક, તત્કાલ મહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ ટ્રસ્ટના એકઝીકયુટીવ ઓફીસરશ્રી દ્વારા માન. મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહન આપી સન્માન કરવામાં આવેલ હતું.

(12:56 pm IST)