Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વંથલીમાં થયેલ ટ્રેકટર ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસઃ બે કિશોર ઝબ્બે

મહિલા પીએસઆઇ અલ્પા ડોડીયાએ મુદ્દામાલ રીકવર કર્યો

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૧ર : રેન્જના ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર પોલીસ અધિક્ષક રવીતેજા વાસસેટીની સુચના નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશન એફઆઇઆર નં.૧૧ર૦૩૦૮ર૧૦૪૯૭ આઇપીસી કલમ ૩૭૯, ૧૧૪ મુજબના કામે વંથલી નજીક ચાંદની પ્લાન્ટના કમ્પાઉન્ડમાં ફરીયાદી ઉપર ગુલમામદ સાંઘ રહે.નવલખી તા.વંથલી વાળા ડ્રાઇવરે ટ્રેકટર નં. જીજે૧૧ સીડી ર૩૮૯ તથા ટ્રેઇલર નં.જી.જે.૧૧એકસ-૬૯ર૯ પાર્ક કરેલ તે બે અજાણ્યા ચોર મોટરસાયકલ ઉપર આવી તા.૭/૧૧/ર૦ર૧ ના ચોરી કરી કિ. રૂ.૯,૦૦,૦૦૦ નો મુદામાલ લઇ ગયેલ.

જે ફરીયાદ આધારે સીસીટીવી કેમેરાના કુટેજો મેળવી તથા બાતમીદારો મારફતે હકીકત મેળવી પો.સ.ઇ. એ.પી.ડોડીયા તથા સ્ટાફને સંયુકતમાં મળેલ બાતમી આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકોએ ચોરી કરેલાની હકીકત આધારે ચોરીમાં ગયેલ મુદ્દામાલ ટ્રેકટર ટ્રેઇલર કિ.રૂ.૯,૦૦,૦૦૦ મુદ્દામાલ રીકવર કરી ગુનો ડીટેકટ કરવામાં આવેલ.

આ કામગીરીમાં વંથલી પોલીસ સ્ટેશનના મહિલા પો.સબ ઇન્સ.એ.પી.ડોડીયા તથા પો.હેડ.કોન્સ બળવંતસિંહ પરમાર, પો.કોન્સ ભરતસિંહ કાથડભાઇ સિસોદીયા, કિરીટસિંહ ધીરૂભાઇ કામળીયા, પ્રતિકભાઇ ઠાકર, પ્રતાપભાઇ શેખવા, પો.કો.બાલુભાઇ બાલસ, પો.કો.અરૂણભાઇ મહેતા, પો.કો.ભરતભાઇ ડાંગર, પો.કો.અતુલભાઇ દયાતર, પો. કો. હરેશભાઇ લુવાએ રીતના પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે

(12:56 pm IST)