Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અમરેલી જિલ્લાનું કુલ વેકસીનેશન ૭પ% અને બીજા ડોઝનું ૮ર% થી પણ વધુ

અમરેલી, તા. ૧ર : અમરેલી વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવા મેગા વેકસીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦ હજારથી વધુ લોકોને વેકસીન આપવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના મોટા પ્રમાણમાં લોકો જિલ્લાની બહાર એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરો તેમજ અન્ય જિલ્લામાં વસવાટ કરતા હોવાથી મત ગણતરીની વસ્તી મુજબ વેકસીનેશનનો આંકડો ઓછો છે. પરંતુ જો જિલ્લાની બહાર વસવાટ કરતા માઈગ્રેટેડ લોકોને બાદ કરતાં આંકડાઓ પર નજર કરીએ તો જિલ્લામાં ૯૮ ટકા લોકોએ પ્રથમ ડોઝ અને ૮૨્રુ લોકોએ બીજો ડોઝ લીધો છે જે પ્રમાણમાં ખૂબ જ સારું વેકસીનેશન કહી શકાય.

માઈગ્રેટેડ લોકોની સાથેના આંકડાઓ પર નજર કરીએ તો અમરેલી જિલ્લાનું કુલ વેકસીનેશન ૭પ ટકા અને બીજા ડોઝનું વેકસીનેશન ૮૨ ટકા થી પણ વધુ થયું છે. નોંધનીય છે કે હજુ પણ લોકો વેકસીનનો ડોઝ લેવામાં ખૂબ જ નિરસતા દાખવે છે. ગઈકાલે જ ખૂબ લાંબા સમયગાળા બાદ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. ૬૧ વર્ષીય મહિલા ગત ૨ નવેમ્બરના સુરતથી આવેલા તેમના પુત્રના સંપર્કમાં આવ્યા હતા. જો કે ઘરના તમામ સભ્યોએ કોરોના પ્રતિરોધક રસી લીધેલી હોવાથી કોઈને પણ શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતા. આમ દરેક લોકોએ કોરોનાની વેકસીન લેવી અત્યંત જરૂરી છે.

(12:23 pm IST)