Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કેશોદના જલારામ મંદિરે જલારામ જન્મજયંતિની ભવ્ય ઉજવણી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૨: સૌરાષ્ટ્રભરમાં સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી કેશોદના જલારામ મંદિરે જલારામ જન્મજયંતિ નિમિત્તે મંદિરને સુશોભીત કરી જલારામ બાપાની રંગોળી બનાવવામાં આવી હતી શણગારેલા વાહનો સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રામાં યોજાઈ હતી પુર્વ સંધ્યાએ બાઈક રેલી યોજાઈ હતી સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે જલારામ મંદિરેથી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ શોભાયાત્રામાંઙ્ગ ડીજેના સથવારે જલારામ બાપાના ગીતો રાસ ગરબા સાથે શહેરમાંથી શોભાયાત્રા પસાર થઈ જલારામ મંદિરે શોભાયાત્રાનું સમાપન થયું હતું બપોર બાદ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું બપોર બાદ બાદ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભકતોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો અન્નકુટ બાદ મહા આરતીનો પણ ભાવીક ભકતોએ લાભ લીધો હતો સાંજના મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભાવીક ભકતો મોટી સંખ્યામાં પ્રસાદીનો લાભ લીધો હતો.

જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં જલિયાણ ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જલારામ જયંતી નિમિત્ત્।ે કેશોદ ધારાસભ્ય પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા જલારામ મંદિર સમિતિ દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.

(12:23 pm IST)