Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સાવરકુંડલા શહેરમાં બાયપાસના અભાવે વારંવાર ટ્રાફિક જામ

સાવરકુંડલા, તા.૧૨: બાયપાસના અભાવે દિવસમાં બે થી ત્રણ વખત ટ્રાફિક જામ થઈ જવાનો પ્રશ્ન સરદર્દ સમાં બન્યો છે ત્યારે અધિકારી અને પદાધિકારીઓ ઉચા હાથ કરી લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

સાવરકુંડલા શહેરની જનતાના સરદર્દ રૂપ બનેલ બાયપાસ રોડનું કામ છેલ્લા ઘણા સમય થી ટલે ચડિયું છે તેને પુનઃ શરૂ કરાવવામાં જાણે કયાં ચોઘડિયું જોવાનું હશે તે નથી સમજાતું આ અંગે અધિકારી અને પદાધિકારીઓની જાણે ફરજમાં જ ન આવતું હોય એ રીતે નેતા અને અધિકારી ધ્યાન દેતા જ નથીઙ્ગ તેમજ કોઇ ભાજપના કે  કોંગ્રેસના નેતા કે આગેવાનો સાવરકુંડલા બાય પાસ રોડ શરૂ કરવા રજુઆત કરી હોય તેવુ પણ બન્યું નથી એટલે આમ તો બાય પાસ રોડ શરૂ થાય તેમ કોઇને રસ હોય તેમ લાગતું નથી તેથી સાવરકુંડલા બાયપાસ રોડ કુદરતના ભરોસે છે.

સાવરકુંડલા બાય પાસ રોડ શરૂ કરાવવામાં રાજકીય નેતા કે અગ્રણીઓને વાંધો શુ હશે એ નથી સમજાતું ? બાયપાસ રોડ શરૂ થાય તે પ્રજાહિતનું કાર્ય ગણાય તેમાં જે નેતા બાયપાસ રોડ શરૂ કરાવે તે નેતાની પ્રજા વાહ વાહ પણ કરશે ?

સાવરકુંડલા બાયપાસ રોડ શરૂ કરવામાં રાજકીય નેતા ધ્યાન નથી આપતા તેવી જ રીતે જનતાને કશું પડી નથી નહીંતર જનતા જ બાયપાસ રોડના પ્રશ્ને આંદોલન કરે ને? એ પણ મૌન સેવે છે.

સાવરકુંડલા શહેરમાં કોઇ રાજકીય નેતા આવે એટલે રોડ રસ્તાઓ રીનોવેશન થવા મંડે એટલે બાયપાસ રોડ કયારે શરૂ થશે કે જયારે સાવરકુંડલા શહેરમાં કોઇ બીજા દેશના વડાપ્રધાન આવે તો જ બાયપાસ રોડ શરૂ થાય તેવું લાગે છે બાકી લોકલ નેતા આ બાયપાસ રોડ શરૂ કરે તેવું દેખાતું નથી.

(12:22 pm IST)