Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પોરબંદરઃ ફિશીંગ બોટના ટંડેલને સ્વબચાવ માટે લાયસન્સવાળુ હથિયાર આપવા માગણી

પોરબંદર, તા.૧૨: આંતરરાષ્ટ્રીય જળ સીમાએ પાક મરીન દ્વારા થતી બંદુકના નાળચે વારંવાર હેરાનગતિ થતી હોય ફિશીંગ બોટના ટંડેલને સ્વબચાવ માટે લાયસન્સવાળુ હથિયાર આપવું જોઇએ તે સંબંધે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દત્તાએ ખારવા જ્ઞાતિના વાણોદને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવેલ કે મતસ્ય ઉદ્યોગ બંધ થવાને આરે છે ત્યારે સમગ્ર તમામ સંસ્થાઓ અને રાજકીય અગ્રણીઓ સાથે રાખી એક તાકાત સંગઠન ઉભુ કરી અહિંસક રીતે લડત આપવી જરૂરી છે, જોે ખેડૂત આંદોલન સાથે સરકાર વાટાઘાટા કરે અને કાયદાની અમલવારી કરાવે તો માછીમાર સમાજ પણ ભારતભરમાં ફેલાયેલ છે. તો  પણ આ રીતે સંગઠિત થઈ તેમના પ્રાણ પ્રશ્નો ઉકેલી શકે.

છેલ્લે અટલ બિહારી બાજપાઈ વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતની બોર્ડર પરથી બોટ પાકિસ્તાન ઉપાડી જતી હતી ત્યારે એકાદ માસમાં અધિકારીઓ મસલતો કરી માછીમારોને અને બોટને છોડાવી મુકાવતા હતા. ત્યારબાદ પાકિસ્તાનની સતત આડોડાઈ અને આપણા વિદેશ ખાતાની નબળી નીતિના કારણે આજ દિવસ સુધીમાં ૧૨૦૦ થી ઉપર ગુજરાતની બોટો પાકિસ્તાનના કબજામાં છે એક બોટની કિમત ૫૦ લાખ જેવી કિંમત થાય છે, તેથી આંબજો રૂપિયા ની બોટો પાકિસ્તાન પાસે છે અને પાકિસ્તાન તેનો ગેર- ઉપયોગ કરે છે તેમજ હરાજી કરે છે અને સેંકડો બોટો સડી રહી છે અને કારણે સેંકડો મચ્છીમાર કુટુંબ પાયમાલ થઈ ગયા છે.

માછીમાર બોટ બનાવવા માટે મોટી રકમ બેંકમાંથી લોન લે છે અને પોતાનું મકાન ગીરો પર મૂકે છે. આર્થી બેંક તેમના મકાન ની હરાજી કરી નાખે છે આ ઉપરાંત મચ્છીમાર ઉદ્યોગપતિ માછી ચીન મોકલાવે છે અને દેશ પરદેશ પણ મચ્છી બરોબર નથી આમ તેમ છે કહી કરોડો રૂપિયા રોકી રહ્યું છે તેનાથી ઉદ્યોગપતિની પરિસ્થિતી પણ નબડી થઈ રહી છે.

દરિયા કિનારામાં માછલીઓનો પૂરતો જથ્થો મળતો નથી તેના કારણે તેમને દૂર સુધી જવું પડે છે અને હવામાનના કારણે કયારેક બીજા દેશની હદમાં શરતચૂકથી જાય છે તો તેમની સામે બંધુક વારી થાય છે અને તેમણે અને બોટને ઉપાડી જાય છે આપણાં માછીમાર તેની બોટના ટંડેલને આ સામે લાઈસન્સવાળુ હથિયાર સ્વબચાવ માટે આપવું જોઇએ તેવી માંગણી રજૂઆતમાં કરી છે.

(12:21 pm IST)