Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ટંકારામાં પૂજય જલારામ બાપાની જન્મજયંતિની ભાવભેર ઉજવણી દર્શન, પ્રસાદ, નાસ્તા વિતરણ, અન્નકૂટદર્શન, મહાઆરતી તથા સમુહ પ્રસાદનો કાર્યક્રમ યોજાયેલ

ટંકારા : ટંકારામાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરાયેલ. દર્શન,  પ્રસાદ, નાસ્તા વિતરણ, અન્નકૂટ દર્શન, મહાઆરતી તથા સમુહ પ્રસાદનો કાર્યક્રમ યોજાયેલ. ટંકારામાં સૌરાષ્ટ્રના સંત શિરોમણી ભૂખ્યાને ભોજન પીરસી ભગવાનની ભકિત કરનાર પૂજ્ય જલારામ બાપાની ૨૨૨ જન્મ જયંતી ની ઉજવણી ટંકારા  લોહાણા મહાજન તથા રઘુવંશી યુવક મંડળ દ્વારા ભારે ભાવ ભકિત પૂર્વક કરાયેલ. ટંકારા રાજબાઈ ચોક કમાનો અને મંડપો  તથા રોશનીથી શણગારાયેલ. જલારામ બાપાની  ઝુપડી બનાવી પુજ્ય જલારામ બાપાની પૂજા અર્ચના તથા આરતી  કરાયેલ. સવારથી જ લોકોની દર્શનાર્થીઓની  ભીડ ઉમટી પડેલ.  બુંદીના લાડુના પ્રસાદનું વિતરણ કરાયેલ. શ્રી લોહાણા મહાજન તથા રઘુવંશી યુવક મંડળ દ્વારા આજે દેને કો ટુકડા ભલા મુજબ ટંકારાના જુદા જુદા વિસ્તારમાં બાળકોને નાસ્તાનું વિતરણ કરાયેલ. જલારામ બાપાના મંદિરે વિવિધ સામગ્રીઓનો અન્નકૂટ ધરાયેલ. અન્નકૂટ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડેલ. પુજ્ય જલારામ બાપાની સુંદર રંગોળી બનાવાયેલ. સાંજના જલારામ બાપાને મહા આરતી યોજાયેલ તમામ જ્ઞાતિના લોકોએ ભાગ લીધેલ મામલતદાર નરેન્દ્રભાઈ શુકલ માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કટારીયા બેકરી પરિવાર દ્વારા કેક કાપવામાં આવેલ.  સમૂહ પ્રસાદ યોજાયેલ. રાત્રીના રાસ ગરબા યોજાયા હતા. (તસ્વીર : અહેવાલ હર્ષદરાય કંસારા, ટંકારા)

(12:19 pm IST)