Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સલાયા બંદર ભુતકાળમાં અનેકવખત સોનાની દાણચોરી અને ગેરકાયદે માનવધન હેરાફેરીમાં ચમકેલું

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧ર : ખંભાળિયા પાસે કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે ભાઇઓ સલીમ યાકુબ અને અલી યાકુબ બંન્ને નજીકના સલાયા બંદરના હોવાનું ખુલ્યુ હતુ. ભુતકાળમાં સલાયા સોનાની દાણચોરી અને ગેરકાયદે માનવધનની હેરાફેરીમાં અનેકવખત ચમકયુ હતુ.

સલાયા બંદરમાં હાલ રપ થી ૩૦ દેશી વહાણો છે અને સલાયા બંદરથી ડુંગળી ચોખા વગેરે દુબઇ મસ્કત તરફ મોકલવામાં આવે છે. ચારેક વર્ષ પહેલા ર આરબ દાણચોરીના માલ લઇને આવેલ હતા. જેની તપાસ શરૂ થઇ હતી અને પાછળથી આ તપાસ ઢીલી પડી ગયાની ચર્ચા છે. સલાયાના બે ભાઇઓ સલીમ અને અલી ઝડપાયા જેમાં સલીમ ડ્રગ્સ હેરાફેરીમાં ઝડપાયેલ મુંબઇના સજાદ સાથે અગાઉ મુંબઇ જેલમાં હતાં. સજાદનું નામ અગાઉ હત્યા કેસમાં ખુલ્યુ હતુ. જયારે સલીમ સામે અર્ધો ડઝન નાના મોટા ગુન્હા ભુતકાળમાં નોંધાયેલા છે.

(12:17 pm IST)