Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કોર્ટના કેસ બાબતનો ખાર રાખી જાનથી મારી નાખવાની ધમકીઃ જામનગરમાં ત્રણ મારામારીની ઘટના

જામનગર, તા.૧૨ : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અસગરહુશેન અબ્બાસભાઈ શેખ, ઉ.વ.૩પ, રે. રણજીત રોડ, બાજરીયા બ્રધર્સવાળી શેરી, રોશનશા પીરની દરગાહ પાસે, એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી વલીભાઈ ઈસાભાઈ પિજારા, રે. જામનગરવાળા સામે કોર્ટમાં મારામારીનો કેસ ચાલુ હોય જે બાબતે ખાર રાખી ફરીયાદી અસગરહુશેનને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

સામું જોવા બાબતે મારમાર્યાની રાવ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સમીરભાઈ લલીતભાઈ બુઘ્ધ, ઉ.વ.ર૧, રે. રણજીતસાગર રોડ, હર્ષદમીલની ચાલી, નીલકંઠનગર, બ્લોક નં.એ–ર૦, ગાયત્રી મંદિર પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સમીરભાઈ તેના મીત્રના ઘરેથી હોન્ડા લઈને ઘરે જતા હતા અને એમ્યુઝમેન્ટ પાર્ક દેવીકા પાન પાસે પહોંચેલ તે વખતે આરોપી કુલદીપસિંહ જાડેજા, દિવ્યરાજસિહ જાડેજા, શકિતસિંહ જાડેજા, હોન્ડામાં બાજુમાંથી નીકળતા ફરીયાદી સમીરભાઈએ આરોપીઓ સામે જોતા આરોપીઓએ તેનું હોન્ડા ઉભુ રાખી સામે કેમ જોશ તે બાબતે ફરીયાદી સમીરભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી ગળામાં તેમજ ગાલમાં ઢીકાપાટુનો માર મારી ગાલમાં તેમજ ગળામાં સામાન્ય મુંઢ ઈજા કરી અને હવે કોઈ દિવસ સામે જોઈશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જઈ ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

અહીં પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીય એ ફરીયાદ નોંધાવી છે કે, ફલ્લા ગામ ખીલ્લોસ જવાના રસ્તે આરોપી સમીરભાઈ સુલેમાનભાઈ સમા, રે. ઠેબા ગામ વાળો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– તેમજ પાણીની પ્લાસ્ટીકની બોટલમાં લુસ ઈંગ્લીશ દારૂ કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.૧૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પરણિતાએ જાત ઝલાવી

અહીં ઢીચડા રોડ, બાલાજી પાર્ક –૩, શેરી નં.ર, પ્લોટ નં.પ૮/૪, જામનગરમાં રહેતા વિનોદભાઈ હરીસિગ રાઠોડ, ઉ.વ.ર૭ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રોશનીબેન વિનોદભાઈ હરીસિગ રાઠોડ, ઉ.વ.ર૬,  કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે જાતેથી સળગી જઈ દાઝી જતા મૃત્યુ પામેલ છે. આ અંગે સીટી સી ડિવીઝનના સબ ઈન્સ. કે.કે.નારીયા તપાસ હાથ ધરી છે.

જૂની અદાવતનો ખાર રાખી માર માર્યાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ ઓઘડભાઈ મકવાણા, ઉ.વ.પપ, રે. નાગેશ્વર રોડ, સોનાપુરી પાછળ, હરીયા ફલોરમીલની પાછળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સોનાપુરીથી આગળ નાગેશ્વર રોડ પર નંદા બ્રધર્સની ધવલ રેસ્ટોરન્ટ દુકાન, જામનગરમાં ફરીયાદી મનસુખભાઈના દિકરા કિશન અને લાલજી અગાઉ આરોપીના મીત્ર સાજીદના ખુનના ગુન્હામાં પકડાયેલ હોય જે બાબતનો ખર રાખી આરોપીઓ  વિમલ રમેશભાઈ તથા ભુરો ઉર્ફે આફતાબ તથા કરણ ઉર્ફે દેવો ભરવાડ તથા ફીરોઝ મહમદહુશેન તથા હસુડો ઉર્ફે અસગર તથા એક અજાણ્યો માણસ એ ફરીયાદી મનસુખભાઈ પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે પુર્વઆયોજીત કાવત્રુ રી પ્રવેશ કરી આરોપી દેવાએ ફરીયાદી મનસુખભાઈને પાઈપ વડે માર મારી તથા હોટલમાં તોડફોડ કરી કરતા સાહેદ અઝીમભાઈ તથા છત્રપાલસિંહ બચાવવા વચ્ચે પડતા આરોપી દેવાભાઈએ પોતાના નેફામાં રહેલ છરી કાઢી સાહેદ અઝીમભાઈને પેટના ભાગે જીવલેણ ઘા મારવા જતા સાહેદએ હાથ વચ્ચે નાખતા હાથના પંજામાં ગંભીર ઈજાઓ કરી તેમજ આરોપીઓએ સાથે મળી સાહેદ અઝીમને તલવાર કુહાડી તથા કોયતા તથા લોખંડના પાઈપ જેવા હથીયાર વડે માર મારી ફરીયાદી મનસુખભાઈ તથા છત્રપાલસિંહ વચ્ચે આવતા તેમને પણ સામાન્ય મુંઢ ઈજાઓ કરી ગુનો કરેલ છે.

(12:29 pm IST)