Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વાંકાનેર શ્રી ફલેશ્વર મંદિરે પૂ.જલારામબાપા જન્મજયંતિની ઉજવણી

વાંકાનેરઃ વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર વર્ષો પુરાણી પૌરાણિક પૂજ્ય સંત શ્રી મુનઈબાબાની જગ્યા શ્રી ફ્લેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ના મંદિર માં ગઈકાલે સંત શ્રી જલારામબાપાની (૨૨૨ મી શ્રી જલારામ જ્યંતી ) ની ઉજવણી ભકીતમય ના દિવ્ય માહોલ વચ્ચે કરવામાં આવેલ હતી જે પ્રંસગે પૂજ્ય બાપાના મંદિરમાં અનોખા પુષ્પો ના શણગાર દર્શન , બાપાનું વિશેષ પૂજન અર્ચનવિધિ વાંકાનેર ના પૂજ્ય બાપાના અનન્ય ભકતજન સમીર ટ્રેડર્સવાળા શ્રી બાબભાઇ લાખાણી , લાખાણી પરિવાર તથા મંદિરના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ તેમજ સાંજે બટુક ભોજન  રાત્રે જલારામ મંદિરમાં ભવ્ય દિવ્ય દીપમાળા સાથે મહા આરતી કરવામાં આવેલ તેમજ જલારામ જ્યંતી ના રાત્રે ૯.૩૦  ભવ્ય ભકિત સંધ્યાનો કાર્યક્રમ વાંકાનેરના સુપ્રસિદ્ધ શ્યામ ધૂન મંડળ દ્વારા અનેરા સંગીતની રંગત સાથે ભકિત ગીતો, બાપા ના ભજનો, સંકીર્તન ની રંગત જમાવેલ આ કાર્યક્રમ નો મંગલમય દીપ પ્રાગટીય વિધિ  જાણીતા ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શ્રી અનિલપ્રસાદજી, પી , જૉષી તથા શ્રી ગાયત્રી શકિતપીઠ, ગાયત્રી મંદિર ના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ, મંદિરના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ શ્રી ગાયત્રી મંદિર ના પૂ શ્રી અશ્વિનભાઇ રાવલે પ્રસંગને અનુરૂપ પ્રાસગીક પ્રવચન કરેલ અને સ્વં શ્રી પટેલબાપુ ને શ્રધાંજલિ અર્પિત કરેલ તેમજ રાજકોટના સુપ્રસિદ્ધ જાણીતા ભાગવતાચાર્ય પ, પૂજ્ય શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી , પી, જોષી પોતાના પ્રાસગિક પ્રવચનમાં કહેલ કે આજે શ્રી જલારામબાપાની પુણ્યતિથિ છે અને સાથોસાથ સ્વં શ્રી પટેલબાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પણ છે, પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે પૂજ્ય બાપા ઍ પ્રગટાવેલી સત અને સેવા ની અંખડ જ્યોત આજે તીર્થરાજ વીરપુરધામ જલી રહેલ છે આજે જ્યાં એકપણ રૂપિયો લેવામાં નથી આવતો અને હજારો ભાવિકો મહાપ્રસાદ લઈને ધન્ય થાય છે બાપા તો સદાય નિરંતર રામ નામ માં લીન રહેતા હતા,, આજે ફળેશ્વર મહાદેવ મંદિર ની આ પાવન ભૂમિમાં મને પણ આજે આવવાનો અવસર મળ્યો આનંદ છે.

(11:48 am IST)