Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પડધરીના મોવીયામાં મજૂરીના પૈસા મામલે હુશેનશા પર છરીથી હુમલો

હરદેવસિંહ અને ભગુએ ઢીકાપાટુનો માર પણ માર્યો

રાજકોટ તા. ૧૨: પડધરીના મોવીયા ગામે રહેતાં હુશેનશા નુરમહમદ શાહમદાર (ઉ.વ.૨૮)ને ગામના જ હરદેવસિંહ અને ભગુએ મારકુટ કરી માથામાં છરી ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

હુશેનશા અને તેની ભાણેજ શહેનાઝ સહિતના હરદેવસિંહ સાથે કડીયા કામની મજૂરી કરવા જાય છે. હુશેનશાની ભાણેજને મજૂરીના રૂપિયા ૯૦૦ હરદેવસિંહ પાસે લેણા નીકળતાં હોઇ તેની ઉઘરાણી કરતાં તેણે શહેનાઝ સાથે ઝઘડો કરતાં હુશેનશા વચ્ચે પડતાં અને પૈસા આપી દેવા સમજાવતાં તેના પર હુમલો થયાનું જણવાયુ હતું.

(11:48 am IST)