Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વાંકાનેરમાં કેશરીયા પરિવાર આયોજીત કથામાં નંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

વિદ્વાન શાસ્ત્રીજી અનિલપ્રસાદજી જોષીના મધુર કંઠે રેલાતી કથામાં ભાવીકો ભાવવિભોર

 (નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧ર :  વાંકાનેરમાં આવેલ શ્રી લોહાણા મહાજનવાડીમાં કેશરીયા પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો તા. ૧૦ મીથી પ્રારંભ થયો છે. જેમાં વ્યાસપીઠ ઉપર રાજકોટના પ્રસિધ્ધ વિધવાન શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી જોષી બીરાજમાન છે.

ગઇકાલે તા. ૧૧ મીના વિશ્વવંદનીય સંત શ્રી પુ. જલારામબાપાની રરર મી જન્મ જયંતિ સાથે કથામાં સાંજે શ્રી કૃષ્ણ જન્મોત્સ્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. વ્યાસપીઠ પરથી પૂ. અનિલપ્રસાદજીએ પૂ. જલારામ બાપાની દાતારી અને અનદાનનો મહીમા સરળ રીતે સમજાવ્યો હતો. કથામાં આવતા એક-એક પ્રસંગોને સરળ શૈલીમાં દુષ્ટાંત સાથે રજૂ કરતા કથા શ્રવણ કરતા ઉપસ્થિત ભાવીકો ભાવવિભોર થઇ કથાનું રસપાન કરી રહ્યા છે.

ગઇકાલે તા. ૧૧ મીના સાંજે નંદમહોત્સવ પહેલા કેશરીયા પરિવારના ગૌવાસી મથુરાદાસ કેશરીયા, ગૌ વાસી દીવાળીબેન મથુરાદાસ કેશરીયા, ગૌ વાસી. ગોપાલદાસ મથુરાદાસ કેશરીયા તેમજ સર્વે ગૌવાસી પુર્વજોના મોક્ષાર્થ શરૂ થયેલ આ ભાગવત સપ્તાહ યાદ કરી કથાના આયોજકો કેશરીયા પરિવાર દ્વારા થતા સતકર્મોને બીરદાવી. ભાગવતકથાનું સુંદર આયોજન ભાગ્યશાળી પરિવારો કરી શકે. તેમ જણાવેલ.

સાંજે કૃષ્ણ જન્મોત્સવમાં રાજુભાઇ કેશરીયા તેમના ભાઇ હર્ષદભાઇ કેશરીયા સહિત કેશરીયા પરિવાર અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવીકોની વચ્ચે 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી' ના જયનાદ સાથે નંદ મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી.

(11:46 am IST)