Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જસદણનાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા આરોહણ ખેડૂત હાટ યોજવામાં આવ્યા

 (ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા.૧૨ : પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ,જસદણ  અને  આરોહણ પ્રોજેકટ અંતર્ગત  જસદણ તાલુકાના ૬ ગામ કનેસરા, રામળીયા, લીલાપુર, કમળાપુર, રાજાવડલા(જામ), બરવાળા અને ચોટીલા તાલુકાના ૩ ગામ  ભેટસુડા,વડાળી,ઢોરા પીપળીયા ગામોમાં પ્રોજેકટ અમલીકરણ ચાલી રહ્યું છે.  આ પ્રોજેકટ અંતર્ગત દરેક ગામમાં બહેનોના SHG મંડળ અને ભાઈઓ સાથે ખેડૂત કલબનું સંગઠનની રચના કરવામાં આવી છે. તેમને ખેતી આધારિત ઉત્પાદનમાં મુલ્ય વર્ધન, પેકેજીંગ, લેબલિંગ ,અને માર્કેટિંગ જેવી તાલીમો આપવામાં આવે છે, ખેડૂતો પોતાનું ઉત્પાદન પોતે વેચતા થાય અને ખેડૂત ના ખેતરેથી સીધું ગ્રાહકોના હાથમાં શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ પહોંચે તો હાલ સરકાર આપેલા વિચાર  આત્મ નિર્ભર ભારત, વોકલ ટુ લોકલ મિશન અને ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપન સાકાર થાય. તે હેતુ થી લોકલ માર્કેટ ઉભું કરવા માટે એક આરોહણ ખેડૂત હાટ જસદણ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં તાજા શાકભાજી, અનાજ, કઠોળ, સિંગતેલ, વિવિધ મુખવાસ ,વિવિધ શરબતો, તાજા ફ્રુટ, હસ્તકલા-ઘર સુશોભનની વસ્તુઓ, ઓષધીય ઉકાળા ,આખા ફિડલા અને ફિડલા શરબત, બટેટા ભૂંગળા ,મઠીયા, પાપડ, અથાણા નેચરલ શેમ્પુ, નેચરલ સ્ક્રબર, વિવિધ વનસ્પતિ પાવડર, મગફળી,ખારીશીંગ, દાળિયા, સુકું લસણ, ડુંગળી, હળદર, ગાયના છાણ માંથી બનેલા અગરબતી, હવનના છાણા, મોબાઈલ ચિપ્સ, ગો મૂત્ર અર્ક,ગાયના દૂધમાંથી વલોણાની છાશ, પેંડા, માવો  વગેરે જેવી વસ્તુઓ વેચાણ અર્થે રાખવામાં આવેલ. આરોહણ ખેડૂત હાટમાં બપોર અને સાંજ સમયે ગરમ ચીજ વસ્તુઓમાં બાજરાના, જુવારના, મકાઈના, ચૂલામાં બનાવેલ રોટલા, સાથે આખી ડુંગળીનું શાક ,રીંગણનો ઓળો,આખા રીંગણનું શાક, ગોળ, માખણ, કઢી, ખીચડી છાશ  મેનુ સાથે પાર્સલ અને જમવાની વ્યવસ્થા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં લોકોએ ફેમીલી સાથે આ દેશી ધાબાની મોજ માણી હતી. સાથે બાળકો માટે એક આકર્ષક રમત-ગમત ઝોન બનાવવામાં આવ્યો હતો જેમાં, સાપસીડી,પર્યાવરણ-પાણી કોણ બચાવશે, કઠપુતળી સેલ્ફીઝોન, માટીના રમકડા માટે ચાકડો ,ભવિષ્યવાણી જેવી રમતો રાખવામાં આવી હતી. જેના થકી પર્યાવરણ, પાણી, સવ્ચતા, શિક્ષણ, આરોગ્યની સુટેવોના મેસેજ આપવામાં આવ્યા હતા. સમયની માંગ પ્રમાણે લોકોને આ વિચાર ખુબજ ગમ્યો હતો અને બે દિવસ માં ૧૫૦૦ થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને ખરીદી કરી હતી. અને આવતા સમયમાં આ કાર્યક્રમને કંટીન્યુ કરવાની માંગ કરી હતી જેને ધ્યાને લઈને દર મંગળવારે ખાદી ભંડાર જસદણ ખાતે સવારે ૯ થી સાંજના ૯ સુધી યોજવામાં આવશે. આ કાર્યક્રમને વિધિવત જસદણ રાજવી સત્યજીતકુમાર ખાચર અને રાણીસાહિબા શ્રી અલોકીકારાજે ખાચર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાથે અપારવાના પ્રતિનિધિ પ્રશાંત પ્રજાપતિ, નાબાર્ડ-DDM   મહેશ.એસ.પટોલે, EDI મેનેજર ગીરીશ જોષી ,સોરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધાર ટ્રસ્ટના દિલીપભાઈ શુકલ નારી ગ્રુપના રૂપલબેન મહેતા અવતાર ગ્રુપના પીયુષ તલાવીયા  અને સહુ સ્ટોલ ધારક ખેડૂત ભાઈઓ બહેનો CEE સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રાહક મિત્રો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના પોગ્રામ ડાયરેકટર સુમનભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ નીતિન અગ્રાવત, રીટા રાઠોડ અને અરજણ સાકરિયાએ જહેમત ઉઠાવી હતી. તસવીર ધર્મેશ કલ્યાણી (જસદણ).

(11:45 am IST)