Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જામકંડોરણામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૧૨ : ટેકાના ભાવે મગફળી ખરીદીનો ગઇ કાલ તા. ૧૧થી જામકંડોરણા માર્કેટ યાર્ડ ખરીદ કેન્દ્ર ખાતે જામકંડોરણા મામલતદાર વી.આર. મુળિયાસીયાએ શ્રીફળ વધેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમયે જામકંડોરણા માર્કેટ યાર્ડના સેક્રેટરી પ્રવિણભાઇ અમીપરા તેમજ માર્કેટ યાર્ડનો સ્ટાફ હાજર રહ્યો હતો અને ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

(11:28 am IST)