Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પાટડીમાં ડેન્ગ્યુથી મહિલાનું મોત થતા અરેરાટી

દિવાળી તહેવારો પછી ડેન્ગ્યુ, ચિકનગુનીયા, શરદી, ઉધરસ, તાવની બિમારીએ માથું ઉચકતા ચિંતાઃ ચારેબાજુ ગંદકીના ગંજ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૨ : સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારો પછીઙ્ગ ડેન્ગ્યુ, ચીકનગુનીયા અને વાયરલ ફિવર જેવી બિમારીઓએ માથુ ઉંચકયુ છે. અનેક લોકો આ બિમારીની ઝપટમાં આવી ગયા હોવાનું જાણવા મળે છે. પાટડીના વસોટીયાવાસમાં રહેતા તેત્રીસ વર્ષના મહિલાનું ડેન્ગ્યુંની બિમારીથી મોત નિપજયું છે.ઙ્ગ

ઙ્ગપાટડી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુ,ચીકનગુનીયા, મેલેરીયા જેવી બીમારીએ માથુ ઉંચકયું છે પાટડી તેમજ આજુબાજુના ગામોમાં દ્યેરદ્યેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે પાટડીના વસોટીયા વાસમાં રહેતા શબાનાબેન ફકીર મહંમદ સેયદ નામના ૩૩ વર્ષના મહિલાનું ડેન્ગ્યુની બિમારીથી અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મૃતકના પતિ ફરીક મહંમદભાઈ સૈયદ જણાવે છે કે વસોટીયાવાસમાં ઠેરઠેર ગંદકી છે ગટરના ગંદા પાણી ખુલ્લામાં ફેલાયેલા છે લોકોને ગટરના પાણીમાંથી અવરજવર કરવી પડે છે હાલ ગંદકી અને મચ્છર જેવી જીવાતોના ત્રાસ વચ્ચે આ વિસ્તારમાં અન્ય પચ્ચીસ જેટલા વ્યીકતઓ બિમાર છે નગરપાલીકામાં વારંવાર રજુઆત કરવા છતા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે એમ પણ જણાવેલ છે કે, બે વર્ષ પહેલા આ વિસ્તારમાં એક બાળકનું મોત નિપજેલ હતુ. ત્યારે નગરપાલીકા તંત્રએ જણાવેલ હતુ કે, આ વિસ્તારમાં પાકી ગટર મંજુર થઈ ગઈ છે. પણ આજે બે વર્ષ પછી પણ ગટર બની નથી. પરિણામે ગંદા પાણી અને ગંદકીથી બિમારી ફેલાય છે વસેટીયાઙ્ગ વાસમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.

ઙ્ગઆરોગ્યતંત્ર દ્વારા રોગચાળાને અંકુશમા લેવા માટે કોઈ પગલાં લેવામાં આવતા હોય તેવુ લાગતુ નથી અગાઉની જેમ ઘેર ઘેર ફરીને કલોરીનની ગોળીઓનું વિતરણ અને જંતુનાશક દવાનો છંટકાવ જેવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જિલ્લામાં વકરેલા રોગચાળા બાબતે જિલ્લાનુ આરોગ્યખાતુ કુંચકર્ણ નિંદ્રામાં છે? કે કેમ તેવો સવાલ આમ જનતામાંથી ઉઠી રહ્યો છે.

(11:13 am IST)