Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

બોટાદ - અંજાર સર્કલમાં ૪૬ વીજ ટીમોના દરોડા

બોટાદ સીટી - ગ્રામ્ય - પાળીયાદ - રાપર - ભીમાસર ક્ષેત્રમાં વીજચોરી ઝડપી લેવા કાર્યવાહી

રાજકોટ તા. ૧૨ : પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ જીઇબી વીજીલન્સની ૪૬ ટીમોએ પોલીસ - એસઆરપી - વીડીયોગ્રાફરોની ટીમોને સાથે રાખી વીજ ચોરી ઝડપી લેવા સવારે ૯ વાગ્યાથી બોટાદ - અંજાર સર્કલમાં દરોડાનો દોર શરૂ કર્યો છે.

અધિકારી સૂત્રોના કહેવા મુજબ બોટાદ શહેર, બોટાદ ગ્રામ્ય વિસ્તાર, પાળીયાદ, ઉપરાંત ભચાઉ ડિવીઝનમાં રાપર - ભીમાસર ક્ષેત્રમાં ઘોંસ બોલાવાઇ છે, બંને સર્કલમાં ૮ ફીડર વિસ્તાર કવર કરાયાનું ઉમેરાયું છે, અધિકારીઓ ભડાણીયા, ખૂંટ, મોજખરીંગ કરી રહ્યા છે, બંને સર્કલમાં ટીએન્ડડી લોસ વધુ પડતો હોવાનું તાજેતરની મીટીંગમાં બહાર આવ્યું હતું.

(10:45 am IST)