Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સરકારી કે ખાનગી જમીનો પર દબાણો કરનાર પર કાયદાના પગલાં ભરાશે : રાજેન્દ્રભાઇ ત્રિવેદી

કચ્છના ડુમરા ગામે ૨૮૫ ખેડૂતોને સાંથણીમાં મળેલ જમીનની કબ્જા પાવતી અને સનદ સોંપણી કાર્યક્રમ મહેસુલ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને અબડાસા તાલુકાના ડુમરા ગામે ૨૮૫ ખેડૂતોનેઙ્ગ સાંથણીમાં મળેલ જમીનની કબ્જા પાવતી અને સનદ સોંપણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

સરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદેસરઙ્ગ દબાણ કરનાર પર કાયદાના પગલાં ભરાશે. સાંથણીની જમીન પર દબાણો કરનાર પર કડકાઈથી કાયદાની અમલવારી કરી હક ધરાવતા ખેડૂતોને જમીનનો કબ્જો સોંપવાનો કાર્યક્રમ  વિધાનસભા ૧ અબડાસા બેઠકથી પ્રારંભ કર્યો છે.

ઙ્ગલેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએઙ્ગ ખચકાવું નહિ.ઙ્ગ સમગ્ર રાજય અને વહીવટીતંત્ર અને મારો મહેસુલ વિભાગઙ્ગ આ સાંથણીનીઙ્ગ જમીન સોંપવા કાર્યવાહી કરવા તત્પર છે.ઙ્ગ પ્રધાનમંત્રીશ્રીના દરેકને પોતાનું ઘર મળે તે સ્વપ્નોને સાકાર કરવામાં આનાથી મદદ મળશે એમ મહેસૂલ મંત્રીશ્રી એ જણાવ્યું હતું.

આકારણી વગરના મકાનોના પ્રશ્નો અને વિશેષ કચ્છમાં આવેલ ભૂકંપ બાદ એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ અને સરકારના સહયોગથી ઉભા થયેલા મકાનો માટે ઝડપથી કામગીરી અમલી થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.ઙ્ગઙ્ગ

ઙ્ગમહેસુલમંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી જણાવ્યું હતું કે, કચ્છની સામૂહિક સમસ્યાના ત્રણ પ્રશ્નો અમારા સુધી મોકલો અમારી સરકાર તેના માટેઙ્ગ કામ કરશે.

ઙ્ગપારદર્શિતાથી સાંથણીનીઙ્ગ જમીનના પ્રશ્નોનો હલ કરવાનો આદેશ સમગ્ર રાજયના કલેકટરોને સમાચાર માધ્યમો દ્વારા મંત્રીશ્રીએ આપ્યો હતો. તેમણે કચ્છના જનપ્રતિનિધિઓની કોઠાસૂઝથી વિકાસની વાતો વિશેષ તો ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રશંસા કરી હતી. આજે સમાજના દરેક વર્ગના લોકોને જમીન સાંથણીના અધિકારો મળી રહ્યા છે તે નોંધનીય બાબત છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.ઙ્ગ

શિક્ષણરાજયમંત્રીશ્રી અને કચ્છ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, 'મહેસુલ વિભાગની ઉત્તમ કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ આજની આ કામગીરી છે.'

ઙ્ગગરીબો, વંચિતો પીડિતોની આ સરકારે જેમ ગરીબ કલ્યાણમેળા થકી મળવાપાત્ર લાભો લાભાર્થીઓને હાથોહાથ આપ્યા છે તેમ આજે જમીન કબ્જા પાવતી અને સનદ સોંપણી વિતરણનો કાર્યક્રમ છે.ઙ્ગ સરકારઙ્ગ જનકલ્યાણના લાભો હાથોહાથ આપે છે તેનો આ ઉત્ત્।મ દાખલો છે.

ઙ્ગવાંઢના,ઙ્ગ છેવાડાના અબડાસા વિસ્તારના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવામાં લોકપ્રિય ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અથાગ પ્રયત્નોનું આ ફળ છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

જીલ્લા પંચાયતપ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, 'મજબુત ઇચ્છાશકિત અનેઙ્ગ સઘન પ્રયાસોથી સરકાર વિકાસ કાર્યો કરી રહી છે. તેના ભાગરૂપે આજે મહેસૂલ મંત્રીશ્રી અને વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે. મધ્યમવર્ગી લાભાર્થીઓ માટે અનેરો દિવસ છે. ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહની આગેવાની હેઠળ આ વિસ્તારનો સતત વિકાસ થઇ રહ્યો છે. કચ્છના વિકાસ થકી કચ્છના લોકોનુ સ્થાંળતર અટકયું છે.'

પૂર્વ રાજયમંત્રીશ્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, 'અલગ રાજય હતું એવા કચ્છમાં મહેસુલના અનેક પ્રશ્નો હતા ત્યારે સરકાર અને વહીવટી તંત્રના સંકલનથી તમારા હકને અપાવવા સઘન પ્રયત્નો થઇ રહ્યા છે.ઙ્ગ કચ્છને સિંગાપુર બનાવવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલુ વચન પૂરૂ થઇ રહ્યું છે. આ તકે શ્રી આહિરે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કચ્છ પ્રેમ અને કચ્છ માટે સરકારના વિકાસના પ્રયત્નો જણાવી ભૂકંપ બાદ પુનઃસ્થાપિત ગામો મહેસૂલતંત્રમાં સમાવિષ્ટ કરાવી મળવાપાત્ર સહાયો અને લાભો સરકાર આપશે એમ શ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું.'

ઙ્ગઅબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, 'છેવાડાના વિસ્તાર અબડાસાના અનેક પ્રશ્નો સરકાર અને વહીવટી તંત્રના સહયોગથી નીતિ-નિયમ મુજબ ઉકેલાશે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમારી પડખે ઉભા રહી સૌના પ્રશ્નોઙ્ગ ઉકેલશું.ઙ્ગ ખેડૂતોના પ્રયત્નોની અને વહીવટી તંત્રના સહયોગના પગલે આજે ડુમરાના ખેડૂતો આ લાભ મેળવી રહ્યા છે.'

જવાહરઙ્ગ નવોદયવિદ્યાલય ડુમરા ખાતે કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ યોજાયેલા આ કાર્યક્રમમાંઙ્ગ સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવતેઙ્ગ અને આભારવિધિ સરપંચશ્રી રાજેશ્વરીબેન ગઢવીએ કરી હતી.ઙ્ગ

ઙ્ગઆ તકે સર્વશ્રી ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી,ઙ્ગ પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઇ મહેતા અને રમેશભાઇ મહેશ્વરી,ઙ્ગ કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા,ઙ્ગ અગ્રણીઓ સર્વશ્રી હરિભાઈ જાટિયા, કેશવજી રોશિયા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી,ઙ્ગ જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ ગઢવી,ઙ્ગ ઙ્ગસિંચાઈ સમિતિના ચેરમેનશ્રી ધનજીભાઈ આહીર,ઙ્ગ શાસકપક્ષના નેતાશ્રીઙ્ગ હરિભાઈ આહિર,ઙ્ગ બાંધકામ સમિતિ ચેરમેનશ્રી જનક સિંહ જાડેજા,ઙ્ગ જિલ્લા ખરીદ-વેચાણ સંઘ નિયામકશ્રી અનિરૂદ્ઘસિંહ જાડેજા,ઙ્ગ કિસાન મોરચા પ્રમુખશ્રી રમેશ પટેલ,ઙ્ગ તાલુકા પંચાયત સદસ્યશ્રી શાંતાબેન પટેલ,ઙ્ગ જયદેવસિંહ જાડેજા, પરસોતમ મારવાડા,ઙ્ગ વિપક્ષી નેતા મહાવીર સિંહ જાડેજા,ઙ્ગ અગ્રણી મહેશભાઈ ભાનુશાળી, મહેન્દ્રભાઈ જાડેજા,ઙ્ગ નરેન્દ્રસિંહ જાડેજા,ઙ્ગ તાલુકા વિકાસ અધિકારીશ્રી બચુભાઈ મહેશ્વરી,ઙ્ગ મામલતદારશ્રી એન એલ ડામોર,ઙ્ગ કેળવણી નિરીક્ષકશ્રી વસંતભાઈ તેરૈયાઙ્ગ તેમજ જિલ્લા અને તાલુકાના અગ્રણીશ્રીઓ લાભાર્થી ખેડૂતો અને ગ્રામ્યજનો અને વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:28 am IST)