Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સરદાર પટેલના સાદગીના ગુણો અપનાવીએ એ જ સાચી ઉજવણી : ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ, તા. ૧૨ : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી નિમિતે દરેક પક્ષના આગેવાનો એ તેમજ પાટીદાર સંસ્થાઓ તથા દરેક સમાજના અગ્રણીઓએ ઉત્સાહભેર સરદારની પ્રતિમાને હાર તોરા કરી તેમની કામગીરીના ખુબ જ વખાણ કરવામાં આવ્યા. અખબારોએ પણ સરદારની રહેણીકરણી તથા રાજકીય કારકિર્દીની માહિતીને લોકો સમક્ષ મુકવામાં અગત્યની ભૂમિકા ભજવી છે જે ખુબ જ પ્રસંસનીય છે.

ગુજરાતમાં સરદારની ઉંચામાં ઉંચી પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) બનાવવામાં આવી છે જે આખા દેશ માટે ગૌરવ સમાન છે. આજના શાશક પક્ષના નેતાઓ પણ સરદાર વિષે ગૌરવ લેવાનું ભૂલતા નથી. પરંતુ સરદારની અન્યાય સામેની લડત, સાદગીભર્યું જીવન, નીતિમતા, વફાદારીનો એક પણ અંશ તેઓ માં જોવા મળતો નથી. આજના મોટા ભાગના સંસદ સભ્યો, ધારાસભ્યો તથા રાજકીય નેતાઓ કરોડોના આસામી છે જયારે સરદારની મરણમૂડી રૂ. ૨૦૦ ની આસપાસ હતી એવું કહેવાય છે.

ખેડૂતોને થતા અન્યાય સામે સરદારે લડત ઉપાડેલ જયારે આજે એકાદ વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોના મૃત્યુ થયા છે. ટાઢ તડકો, વરસાદ, કોરોના , બરફવર્ષા, પોલીસ દમણ, આત્મહત્યાના બનાવો બાબતે હેરાનગતિ બોગવી રહ્યા છે ત્યારે સરકારના પેટનું પાણી પણ હલતું નથી. દયા કે માનવતા જેવી જાત નથી. ખેડૂતોને કાયદાથી થતા લાભ કે ફાયદા જોતા નથી છતાં શા માટે ફરજીયાત આગ્રહ રાખવામાં આવે છે તે સમજાતું નથી. કોઈ કંપની સાથે કે અન્ય રીતે કોઈ સમજૂતીઙ્ગ સોદાબાજી કરવામાં આવી હોઈ તો પ્રજા સમક્ષ મુકોને. કોઈ સ્વાર્થ કે અંગતહિત ના હોઈ તો ખેડૂતો સાથે વાટાઘાટ કરી વહેલી તકે આંદોલનનો સુખદ ઉકેલ આવે તે માટે પ્રયાસ થાય તે જરૂરી છે. ગાંધીજી, સરદાર કે અન્ય નેતાઓના જીવન મૂલ્યો મુજબનું વર્તન આજના રાજકારણીઓએ કરવાનું ના હોઈ તો ખાલી પ્રતિમાઓ મુકવાથી કઈ વળવાનું નથી તેમ ભીખાભાઇ બાંભણીયા પૂર્વ ધારાસભ્ય - જસદણ (મો. ૯૮૨૪૦ ૩૨૪૯૦) ની યાદી જણાવે છે.

(10:57 am IST)