Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ગોંડલ માર્કેટ યાર્ડમાં સફરજન કરતાં ડુંગળી મોંઘી વેંચાઇ

ગોંડલ માર્કેટ યાર્ડ સફરજન કરતા ડુંગળી મોંઘી વેચાય છે. દિવાળીના વેકેશન બાદ માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થયા છે ત્‍યારે ગોંડલ યાર્ડમાં ર૦ કિલોનાં ૧ર૦૦ ભાવ બોલાયો છે. ડુંગળીમાં ઓચિંતા જોવા મળેલ તેજી પાછળ માર્કેટ યાર્ડમાં રજાનો માહોલ અને વધુ પડતા વરસાદને કારણે પાક નિષ્‍ફળ જવાનું કારણ હોવાનું મનાઇ રહ્યું છે. ડુંગળીના કિલોના રૂા. ૧૦૦નો ભાવ હોવાનું અનુમાન છે. (તસ્‍વીર - અહેવાલ - ભાવેશ ભોજાણી -ગોંડલ)

(4:25 pm IST)