Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

માણાવદરના વેડવાની મહિલા પર પુત્રને પતાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ

બિભત્સ કલીપ વાઇરલ કરી દેવાની પણ ધમકી

જુનાગઢ, તા. ૧ર : માણાવદરના વેડવા ગામે રહેતી એક ૩૮ વર્ષીય મહિલા પાસે તેના ગામનો પરાગ હરસુખભાઇ ગરાળાએ ચારેક માસ અગાઉ બિત્સવ માંગણી કરેલ, પરંતુ મહિલાએ ઇન્કાર કર્યો હતો.

આથી પરાગે મહીલાને તેના દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી પરાગે પોતાના ઘરે મહીલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત જન્માષ્ટમીના દિવસે મહીલા એઠવાડ નાંખવા જતી હતી ત્યારે પણ પરાગ ગરાળા બળજબરીથી પોતાની દુકાનમાં લઇ જઇને મહીલા ઉપર કૃષ્કર્મ આચર્યું હતું.

તેમજ આ શખ્સે બિભત્સ વિડીયો કલીપ વાઇરલ કરી દેવાની ધમકી આપ્યાની ફરીયાદ મહીલાએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:47 pm IST)