Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સર્જરી અને નિદાન કેમ્પ

માં યોજના અને આયુષમાન ભારત યોજના અંતર્ગત ૩૦મી નવેમ્બરે આયોજન

જૂનાગઢ,તા.૧૨:  જી.એમ.ઇ. આર.એસ.  જનરલ હોસ્પીટલ જૂનાગઢ તથા ડિસ્ટ્રીકટ હેલ્થા સોસાયટી જૂનાગઢનાં ઉપક્રમે જયદિપ હોસ્પીટલ અમદાવાદનાં સંયુકત ઉપક્રમે જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પીટલ (સિવીલ હોસ્પીટલ) જૂનાગઢ ખાતે ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃત્ત્।મ યોજના 'માં' વાત્સલ્ય યોજના તથા ભારત સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મફત નિદાન મફત સર્જરી કેમપનું આયોજન તા. ૩૦નવેમ્બરને શનિવારનાં સવારે ૧૧-૦૦ થી ૧૩-૦૦ કલાક દરમ્યાન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં નવજાત શીશુથી માંડીને ૧૮ વર્ષ સુધીનાં બાળકોની દરેક પ્રકારની સર્જરી, સ્માઇલ ટ્રેન અંતર્ગત  કપાયેલ હોઠ, ફાટેલ તાળવા વાળા, દાજયા પછી રહી ગયેલ ખોડખાપણ ધરાવતા બાકળોની મફત નિદાન તથા મફત સર્જરી કરવામાં આવશે.  કેમ્પમાં અમદાવાદનાં ખ્યાતનામ ડો. જયુલ કામદાર,(નવજાત શિશુ અને બાળકોનાં સર્જન) ડો. નીશ્વલ નાયક(કોસ્મેટીક અને પ્લાસ્ટીક સર્જન) ઉપસ્થિત રહી નિદાન કરશે.

જૂનાગઢ જિલ્લાની તમામ જાહેર જનતાને આ કેમ્પમાં સબ;ધિત સર્જરી જરુરીયાત વાળા લાભાર્થિઓને કેમપનો વધુમાં વધુ લાભ લેવા ડો. બી.એમ. બગડા, મુખ્ય જિલ્લા તબીબી અધીકારી સીવીલ હોસ્પીટલ જૂનાગઢ તથા ડો. ચેતન મહેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા અનુરોધ કરાયો છે. લાભાર્થીઓએ 'માં' કાર્ડ 'માં'  વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડ ઉપલબ્ધ હોય તો સાથે લાવવુ,'માં'  કાર્ડ 'માં'  વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ ઉપલબ્ધ ના હોય તો તેવા લાભાર્થીઓએ રેશનકાર્ડ આવકનો દાખલો, તમામ વ્યકિતના આધારકાર્ડ બાળકનો જન્મનો દાખલો વગેરે દસ્તાવેજ કેમ્પમાં આવતી વેળાએ સાથે લાવવા તેમ યાદીમાં જણાવાયુ છે.

(1:46 pm IST)