Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સાવરકુંડલામાં કોમી એકતા સાથે ઇદની ઉજવણી

સાવરકુંડલા તા. ૧ર : ઇસ્લામ ધર્મના સ્થાપક કોમી એકતા અને ભાઇચારાના સંદેશ વાહક મહાન હઝરત મહંમદ પંયગમ્બર સાહેબના જન્મ દિવસ નીમીતે ઇદુ મિલાદુન્નબીનો તહેવાર ઉજવામાં આવેલ હતો.

જેમાં પીર સૈયદ દાદાબાપુની દુઆ અને દેખરેખ નીચે અત્રેની જુમ્મા મસ્જિદ પાસેથી જોહરની નમાઝ બાદ એક વિશાળ ઝુલુસ નિકળેલ હતું આ ઝુલુસ જુમ્મા મસ્જીદથી ટાવર ચોક રજકાપીઠ, સંધી ચોક, આબલીશેરી, ગાંધી ચોક, શેઠ શેરી, મણીભાઇ ચોક, નાવલી નંદી, જુના બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન ખાટકી વાડ, ગોદરા પાસેથી પઠાવાફળી મદીના મસ્જીદ આઝદ ચોક વિગેરે શહેરના મુખ્ય મુખ્ય હાર્દસમા વિસ્તારમાંં ફરી લીમડી ચોક ખાતેધર્મસભાનારૂપમાં ફેરવાયેલ હતું. ત્યા મુકસર ધાર્મિક કાર્યક્રમ યોજી પુર્ણ કરવામાં આવેલ હતું. આ જુલુસનું ઠેર-ઠેર લોકોએ અનેક પ્રકારની ખાણી પીણીની સન્માન કરવામાંં આવેલ હતું આ જુલુસમાં લોકોએ અલ્લાહનો જીર્ક અને દરૂહ શરીફ પઢી શાંતિ રીતે સંપન્ન થયેલ હતું.

આ જુલુસમાં પીર સૈયદ દાદાબાપુ, પીરસૈયદ અબ્દુલ કાદરબાપુ, પીર સૈયદ ઇકબાલ બાપુ, પીરસૈયદ મુનીરબાપુ, જાવેદબાપુ, સૈયદ એહમદ બાપુ, શરાફતબાપુ, અલીબાપુ (વૈશાલી પાન) વિગેરે સાદાતેકી રાજા ઉલ્માએ કિરામ, હાજી સાહેબો વિવિધ જમાતના પ્રમુખો આગેવાનો ભાઇઓ બહેનો તેમજ આજુબાજુના મુસ્લીમ બિરાદરો અબાલ વૃદ્ધ સૌ કોઇ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

(1:44 pm IST)