Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

જાફરાબાદના માછીમારોનો સર્વે કરી તુર્ત સહાય કરવા માંગણી

રાજુલા, તા.૧૨: ૧૫ મી ઔગષ્ટ થઈ લઈને આજ દિન સુધી જયારે ૩ મહિના જેવો સમય પસાર થઈ ગયો છે ત્યારે.. અવાર-નવાર આવેલા વાવાઝોડા, અને અનિયમિત વરસાદ ને કારણે માછીમારો ને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે જેની તાત્કાલિક સર્વે કરી સરકાર દ્વારા વહેલી તકે માછીમારો ને પગભર થવામા આર્થીક રીતે મદદ રૂપ થાય તેવી લાગણી પ્રવર્તે છે.

જાફરાબાદ બંદર ઉપર જયારે ૭૦૦ જેટલી નાની મોટી બોટ આવેલી હોય જેમની મુખ્ય માછીમારી BOMABY DUCK ( બૂમલા ) છે. એક બોટ દીઠ ફિશિંગ કરવા જાય ત્યારે એક બોટ દીઠ અંદાજિત ૫૦ હજાર થી ૧ લાખ સુધી નો ખર્ચો આવતો હોય જે અવાર નવાર આવતા અનિયમિત વરસાદ અને વાવજોડા ને કારણે તેમને ખુબજ મોટા પાયે આર્થિક નુકશાન થાય છે. અને અત્યાર સુધી મા જોવા જઈએ તો બોટ દીઠ ૧૦ થી ૧૫ લાખ નું નુકશાન થયેલ હોય જેનો અંદાજિત આંકડો ૭૦ થી ૧૦૦ કરોડ સુધીનો થતો હોય ઉપરાંત કેટલીક બોટ ને પણ નુકશાન થયું હોય જેનો સમારકામ નો પણ ખર્ચો ગણીએ તો આ નુકશાન નો આંકડો વધી જતો હોય તેવા કપરા સમય માં કોઈ અધિકારી દ્વારા આજ દિન સુધી માછીમારો ની સહાય કે પરિસ્થિતિ જાણવાની કોઈ તસ્દી પણ લીધી નથી

ઉપરાંત આ વર્ષે વાવજોડા ને લીધે ૨ માછીમારો પણ મોત ને ભેટ્યા હોય તેમને પણ સરકાર દ્વારા કોઈ સહાય ની જાહેરાત કરવામાં આવી નથી.

ફિશરીશ વિભાગ ના લોકલ અધિકારીઓ દ્વારા પણ ફિશગ બાબતે મરજી મુજબ ના નિયમો બનાવી ગમે ત્યારે ફેર-ફર કરી માછીમારો ને હેરાન કરીને દાજયા ઉપર ડામ દેવા જેવા કામ પણ થઈ રહ્યા છે.. ત્યારે માછીમાર આર્થિક અને માનસિક બંને રીતે થાકી ગયો છે.

માછીમારો દ્વારા જયારે સરકાર શ્રી ને કરોડો રૂપિયાનું હૂંડિયામણ કમાવી આપતા હોય ત્યારે સરકાર પણ માછીમારો ને આર્થિક રીતે પડી ભાગે નહીં તેના માટેઙ્ગ તેમને પગ ભર કરવા માટે ના ઠોસ અને ઝડપી પગલાં ભરવામા આવે તેવી ખુબજ મોટા પાયે લોક માંગણી ઉઠી છે.આ અંગે પ્રવિણભાઈ બારૈયા (કોળી સમાજ આગેવાન) હરેશભાઈ ભાલીયા  (ખારવા સમાજ આગેવાન) અકબરભાઈ સૈયદ (મુસ્લિમ સમાજ આગેવાન) એ રજુઆત કરી છે.

(1:40 pm IST)