Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

વઢવાણ અયોધ્‍યા પાર્ક અને સિલ્‍વર પાર્કના રહીશોએ કલેકટર કચેરીમાં નીચે બેસી જઈ ગંદા પાણીના નિકાલની માંગ કરી...

વઢવાણ, તા.૧૨: વઢવાણ નગરપાલિકા હેઠળ આવતા ૮૦ ફુટ રોડ ઉપર અયોધ્‍યા પાર્ક અને સિલ્‍વર પાર્ક તેમજ કર્ણાવતી પાર્ક સહિત આસપાસના વિસ્‍તારોના રહીશો ગટરના ગંદા પાણી થી ત્રસ્‍ત આવી રજૂઆત અર્થે કલેક્‍ટર કચેરીએ દોડી આવ્‍યા હતા, રજૂઆત કરતી મહિલાઓનો અધિકારીઓ નો ઉધડો લઇ ને ઉગ્ર રજુઆત કરતાં પોલીસ પણ દોડી આવી હતી, રોષે ભરાયેલી મહિલાઓએ કલેક્‍ટર કચેરી માં નીચે બેસી જઈ ગટરના ગંદા પાણીના નિકાલની માંગ કરી હતી, પરિસ્‍થિતિને કંટ્રોલમાં લેવા એ ડિવિઝન પીઆઈ ,પીએસઆઈ સહિત પોલીસ કાફલો એ દોડી જઇને વ્‍યવસ્‍થા સંભાળી હતી. બાદમાં ચીફ ઓફિસરે દોડી આવી સ્‍થળ મુલાકાત ની ખાતરી આપતા મામલો થાળે પડ્‍યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ ગટરના ગંદા પાણી બાબતે અવારનવાર ધારાસભ્‍ય અને પાલિકાને લેખિત રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન થતાં આ વિસ્‍તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્‍યક્‍ત કરી હતી. તેમજ પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જતા શુદ્ધ પીવાનું પાણી વિતરણ કરવાની માંગ કરી હતી.

(1:23 pm IST)