Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મોરબીમાં ૩૦૦રૂા. લઇ આધાર કાર્ડ કાઢી આપતો વેપારી પકડાયોઃ એસીબીનો દરોડો

નિયમ પ્રમાણે ૫૦રૂા. લેવાના હોય છે તેને બદલે વધારે રૂપિયા કટકટાવતો'તો

 મોરબી તા.૧૨: મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સ્‍ટેશનરીની દુકાનમાં તાત્‍કાલિક ૨૪ કલાકમાં આધારકાર્ડ રૂપિયા ૩૦૦ લઈને કાઢી આપવામાં આવે છે તેવી હકીકત એસીબીને મળતા એસીબીની ટીમે છટકુ ગોઠવીને વેપારીને રંગેહાથ ઝડપ્‍યો હતો 

 મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપરમાર્કેટમાં ઓનેસ્‍ટ સ્‍ટેશનરીની દુકાનમાં ૩૦૦ રૂપિયા લઈને ૨૪ કલાકમાં તાત્‍કાલિક આધારકાર્ડ કાઢી આપતા હોય તેવી હકીકત મોરબી એસીબીની ટીમને મળી હતી અને એસીબી ટીમે વેપારીને ઝડપી લેવા છટકું ગોઠવ્‍યું હતું જેમાં વેપારી મયંક વિજયભાઈએ નિયમ પ્રમાણે રૂ ૫૦ લેવાના હોય છે તેના બદલે ૩૦૦ રૂપિયા લીધા હતા જેથી એસીબીની ટીમે પાવડર વાળી નોટ આપીને વેપારીને રંગેહાથ ૫૦ રૂપિયાનું આધારકાર્ડ ૩૦૦ રૂપિયામાં કાઢતાં પકડી પાડયો હતો અને રંગેહાથ ઝડપાયેલ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .

(1:21 pm IST)