Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સુરેન્‍દ્રનગર કોંગ્રેસ દ્વારા દારૂની ખાલી બોટલો સહિત એક ટ્રેક્‍ટર ભરી કચરાનો નિકાલ કરવામાં આવ્‍યો...

વઢવાણ, તા.૧૨:સુરેન્‍દ્રનગર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી ગંદગી અને રોગચાળા નો વકર્યો છે.ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લા કોંગ્રેસ આ દરમિયાન એક્‍ટિવ બની છે.ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લા માં હાલ ડેંગ્‍યુ અને મેલેરિયા અને કમળાનો રોગથી જિલ્લાના દવાખાનાઓમાં દર્દીઓ નો ઉભરો થયો છે.

સુરેન્‍દ્રનગર જિલ્લા કોંગ્રેસ ના સત્તા ધીસો દવારા જિલ્લા ના શહેરી વિસ્‍તારોમાં ઠેર ઠેર ઉકેરડાઓ અને પડેલ ગંદગીઓ પોતાના હાથે સાફ સફાઈ હાથ ધરવા માં આવતા જિલ્લા માં સ્‍વચ્‍છતા અભિયાન નો ફિયાસકો સાબિત થયો હતો.

વોર્ડ નો ૧ કે જે વોર્ડ પ્રમુખ નો છે.ત્‍યા પણ ૨ ટ્રેક્‍ટર ભરી કચરો ઉઠાવવા માં આવીયો હતો.ત્‍યારે આજે જિલ્લા ના અનેક વોર્ડમાં ફરી ને જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કોર્પોરેટર દ્વારા જિલ્લામાં જાહેર રોડ પર પડેલ કચરો પણ ઉપાડવા માં આવતા નગરપાલીકાની પોલો ખુલવા પામી હતી.

આ કોંગીની ટીમ નગરપાલીકા માં આવેલ ત્‍યારે નગરપાલીકા માં પણ ઉકરડા હોવા ના કારણે આ ઉકારડાઓ પણ કોંગી સભ્‍યો અને કાર્યકરો દવારા સાફ કરવા માં આવ્‍યા હતા. ઉકેરડાઓ માંથી ૨૦ થી વધુ દારૂ ની ખાલી બોટલો મલી આવી હતી.ત્‍યારે નગરપાલીકા માં દારૂ ની મહેફિલો થતી હોવા નો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવા માં આવ્‍યો છે.

કોંગી સભ્‍યો દવારા જિલ્લા માં સફાઈ હાથ ધરવામાં આવી હતી. અને આ બાબતે લોકો ના કામો ન થતા હોવા ની રજુઆત પણ નગરપાલીકા કરવામાં આવી છે..

સુરેન્‍દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્‍તારોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. ત્‍યારે શહેરનાં મુખ્‍ય માર્ગો સહિત અમુક રહેણાંક વિસ્‍તારોમાં સફાઈના અભાવે ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે.ᅠ

જેને કારણે આસપાસના રહેણાંક વિસ્‍તારોમાં ડેન્‍ગ્‍યુ અને મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યાં છે ત્‍યારે આ અંગે જે તે વિસ્‍તારનાં સ્‍થાનિક રહિશો સહિત પાલિકાના સદસ્‍યોએ લેખીત તેમજ મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્‍યો નહોતો આથી કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્‍યો હતો જેમાં શહેરના જીનતાન રોડ, ડાયમંડ સોસાયટી વિસ્‍તાર, જીન કંમ્‍પાઉન્‍ડ સહિતના વિસ્‍તારોમાં રસ્‍તા પર પડેલ કચરો હટાવી સફાઈ કરવામાં આવી હતી.ᅠ

સ્‍થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા અલગ-અલગ વિસ્‍તારોમાંથી અંદાજે એક ટ્રેકટર કરતાં પણ વધુ કચરો એકત્ર કરી પાલિકા કચેરી ખાતે લાવવામાં આવ્‍યો હતો અને ત્‍યાં વિરોધ કરી ભાજપ શાસિત પાલિકાના સત્તાધિશો સામે સુત્રોચ્‍ચાર કરી રોષ દાખવ્‍યો હતો. આ તકે સ્‍થાનિક કોંગ્રેસના કમલેશભાઈ કોટેચા સહિતનાઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(2:03 pm IST)