Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ઉનામાં ડોકટરો માનવતા ભૂલ્યા કે શું..?મધરાત્રીએ મહિલાની ઇમરજન્સી સારવારમાં કોઇએ હાથ ન ઝાલ્યો!

ખાનગી હોસ્પિટલો ડોકટર નથી.. સાહેબ ૩ કલાક પછી આવશે જેવા જવાબ :અંતે જુનાગઢ સિવિલમાં ખસેડતા ડોકટર હાજર નહીં .. દર્દી કોમમાં

ઉના,તા.૧૨: મધરાત્રીએ મહિલાએ મગજની બીમારીની પીડા ઉપડતા શહેરની વારાફરતી ખાનગી હોસ્પિટલે જતાં ડોકટરોએ હાથ ઝાલ્યો નહોતો જરૂર પુરતી પ્રાથમિક સારવાર કે માર્ગદર્શન પણ આપેલ નહીં

રાત્રિ દરમિયાન દર્દીને ચારેકોર હોસ્પિટલોના ચક્કર લગાવવા પડ્યા તો પણ ડોકટર નથી તેમ કહેવામાં આવ્યું તો શું ડોકટરની માનવતા મારી પડી તેવો પ્રશ્ન લોકોમાં ઉઠવા પામ્યાં છે?ર્ં જયારે ડોકટર બને ત્યારે તેમને એક શપથ લેવામાં આવે છે સદા હું જીવને જોખમ બચાવી અને ગમે ત્યારે હંમેશા ખડે પગે રહી ને કોઈનું પણ જીવન બચાવી શું છે?ર્ં

ઉના તાલુકાના નાળિયામાંડવી ગામે રહેતા સકિના બેન રાજુ સુમરા તેમને ગત રાત્રિ ૧૨ એ અચાનક મગજમાં પીડા થતા તેઓએ નાલીય માંડવી થી ઉનાની ખાનગી હોસ્પિટલમાં જે ઉનાની બહુ મોટી હોસ્પિટલ કહેવાછે તે હોસ્પિટલમાં સકીના બેનને લઈ જતા હોસ્પિટલ ના કમ્પાઉન્ડર કહે અમારી પાસે એમડી ડોકટર નથી આપ તેને ઉના કોઈ પણ હોસ્પિટલ લઈ જાવ એવું કહેતા રાત્રિના બાર વાગ્યાના સમયે દર્દી અને દર્દીના સગા દર્દીને તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં  લઈ જતા કમ્પાઉન્ડર કહે સાહેબ બહાર છે તેમ છતા ઉનાની બીજી હોસ્પિટલમાં સકિના બેનને ત્યાંર બાદ  બીજી હોસ્પિટલ લય જતાં તેમણે કહેતા તમે તેને બહાર લઈ જાવ દર્દીને રાત્રિ દરમિયાન ત્યાંથી વધુ એક ખાનગી હોસ્પિટલ માં લઇ જતા તેઓ કહેતા અમારી પાસે કોઈ ડોકટર નથી રાત્રી દરમિયાન દર્દીની હાલત બગડતી રહી તેમ છતાં ઉનાની બીજી હોસ્પિટલમાં પવન લઇ જતા તેમના કમ્પાઉન્ડર કહે કે સાહેબ ત્રણ કલાક પછી આવશે તેબાદ ઉનાની બીજી હોસ્પિટલ લઈ જતા તેમણે માનવતા બતાવી ને તેમ કહેતા સકિના બેનને મગજમાં હેમરેજ છે તેને જલ્દીથી એક હોસ્પિટલ માં લઇ જાવ પણ ત્યાં પણ ડોકટર ન હોવાથી દર્દીને એકથી બીજે દવાખાને બીજેથી ત્રીજે દવાખાને ચોથા દવાખાને આખી રાત દર્દીને ફરવું પડ્યું આખરે તેમને ડોકટરની બેદરકારીથી તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ લઈ જતા આખરે દર્દીને ડોકટર નહવાના કારણે દર્દી કોમામાં વહી જતા પરિવારમાં શોકની લાગણી પામી છેે. દર્દીની ઇમરજન્સીમાં ડોકટરો માનવતા ખાતર દર્દીઓને પ્રાથમિક સારવાર કે માર્ગદર્શન આપે તેવી લાગણી લોકો વ્યકત કરી રહેલ છે.

(12:25 pm IST)