Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

કુતિયાણા તાલુકામાં ૧૦૮ નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

કુતિયાણા તા.૧૨ : તાલુકામાં ઇમરજન્સી સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સની ગાડી અત્યંત બિસ્માર થઇ જતા ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા દ્વારા ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીને રજૂઆત કરતા તાત્કાલીક નવી એમ્બ્યુલન્સ મંજૂર કરાઇ હતી.

નવી ૧૦૮ ગાડીમાં અદ્યતન સુવિધાઓ સભર હોવાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓને પેશન્ટને સત્વરે સારવાર કરાવવી ઉપલબ્ધ થશે. નવી ગાડી જનતાને લોકાર્પણ કરતી વખતે આરોગ્ય વિભાગના કર્મચારી કુતીયાણા સિવિલના મેડીકલ ઓફીસર સહિતનો સ્ટાફ જોડાયેલ હતો.

(11:36 am IST)