Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવેના ફાટકમાં ખામી સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો

ધોરાજીઃ ધોરાજી ના જૂનાગઢ રોડ પર આવેલા રેલવે ફાટકમાં ખામી સર્જાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.બપોરના ૪:૩૦ કલાકે આવતી ટ્રેન ના સમયે જૂનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક બંધ કરાયા બાદ ટ્રેન પસાર થયા પછી કોઈ ખામીસર રેલવેનું ફાટક ઊંચું નહીં થતા લાંબો સમય સુધી ફાટક નહીં ખુલતા ભારે ટ્રાફિક જામ થયો હતો. ફાટક ન ખુલવાને કારણે એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. અને વેકેશન તેમજ પરિક્રમાનો ટ્રાફિક વધુ હોવાથી વાહનોની બે કિલોમીટર સુધી લાઈનો થઈ હતી. જેમાં મોટરસાયકલ ચાલકો એ પાટા ટપાવી ને મોટર સાયકલ કાઢ્યા હતા. ફાટકમાં યાંત્રિક ખામી સર્જાઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું.(તસવીરઃ કિશોર રાઠોડ)

(11:30 am IST)