Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

13200 ફૂટ ઊંચા રોહતાંગ શિખર સર કરી તિરંગો લહેરાવતી સૌરાષ્ટ્ર ની ટીમ

 જૂનાગઢ હોલિ ડે એડવેન્ચર એકટીવિટી દ્વારા આયોજિત મનાલી ટ્રેકિંગ કેમ્પ માં ૩૧ જેટલા નાની મોટી વય ના ખેલાડીઓ એ ભાગ લીધેલો જેમાં ૭ વર્ષ થી ૪૫ વર્ષ સુધીના તમામ. એ ૧૩૨૦૦ ફૂટ ઉપર આવેલા રોહતંગ શિખર સર કરી ને તિરંગો લહેરાવી ગૌરવ ની લાગણી અનુભવી હતી આ ઉપરાંત આ ખેલાડી ઓ દ્વારા મનાલી માં ટ્રેકિંગ, રેપ્લીગ , કલાઇમ્બિંગ, રિવર ક્રોસિંગ અને જીપ લાઈનિંગ જેવી અવનવી એડવેન્ચર પ્રવૃત્તિ ઓ કરી ને -૨ ડિગ્રી જેટલા તાપમાન માં પોતાની કુશળતા સાબિત કરી હતી.

આ કેમ્પ માં  સમગ્ર સૌરાષ્ટ્ર માંથી જૂનાગઢ, જેતપુર, ગોંડલ અને રાજકોટ ના ખેલાડી ઓ એ ભાગ લીધેલો અને સમગ્ર હિમાચલ માં સૌરાષ્ટ્ર નું નામ રોશન કરેલું.

(11:30 am IST)