Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ગોસા(ઘેડ) : રેશનકાર્ડમાં નામ ચઢાવવાનો દોઢ વર્ષથી લટકતો પ્રશ્ન : 'સેવા સેતુ'માં પણ ઉકેલ આવ્યો નહીં !

ગોસા(ઘેડ) તા. ૧૧ : રાજપર ગામે પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી કનુભાઇ વી. બાટી, તાલુકા વિકાસ અધિકારી આર.કે. ઉનડકટ, મામલતદાર અર્જુનભાઇ ચાવડા, નાયબ મામલતદાર કે.જે.મારૂ, પી.જી.વી.સી.એલ.ના ઇજનેર ઓડેદરા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ર૪૧૭ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારી આર.કે. ઉનડકટે સેવાસેતુ અંગે જાણકારી આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી. રાજપરના સરપંચ લીલાભાઇ આગઠ, ગોસા (ઘેડ) ના સરપંચ પોલાભાઇ આગઠ, ઘેડ વિકાસ સલાહકાર સમિતિ ગુજરાત રાજયના પૂર્વ સદસ્ય વિરમભાઇ આગઠ, તલાટી મંત્રી તેમજ આંગણવાડી કાર્યકરો અને આરોગ્યના કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુમાં હજુ દોઢ વર્ષથી રેશન કાર્ડમાં નામ ઢચવવાનો પ્રશ્નનો ઉકેલ અંતે સંતોષકારક જવાબ ન આપતા અરજદારમાં રોષ વ્યાપી ગયેલ હતો.

વહીવટીમાં પારદર્શકતાની સાથે લોકના પ્રશ્નોનું સ્થળ ઉપર જ ઝડપી નિરાકરણ આવે તે માટે આવા સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે રાજપરા ગામે યોજાયેલ સેવા સેતુના કાર્યક્રમમાં ગત ગોસા(ઘેડ) ગામે યોજાયેલ હતા. સેવા સેતુમાં કેટલાય અરજદારોએ રેશનીંગ કાર્ડમાં નામ ચઢાવેલા છતાં આજે તેને ર વર્ષ ૪ માસ અને ૧૧ દિવસ થવા છતાં આજે પણ રેશનકાર્ડમાં નામ ન ચઢતા અરજદારના પ્રશ્ને ઉપસ્થિત સામાજિક કાર્યકર વિરમભાઇ આગઠે ઉપસ્થિત કર્મચારીને આ બાબતે ધારદાર રજુઆત કરતા કર્મચારી જવાબ આપવામાં ગેગેફેકે કરવા લાગ્યા હતાં.જયારે ચાલુ સેવા સેતુમાં પણ અરજદારો ક્રિમીનીયરના ફોર્મ લેવા માટે ગયા તો હાજર કર્મચારીએ સ્પષ્ટ ના પાડી દીધી કે તે ફોર્મ અહીં ના મળે પોરબંદર જવું પડે તે બાબતે પણ વિરમભાઇએ કર્મચારીને કાયદીય ભાન કરાવતા તુરંત જ એકને ફોર્મ આપવાને તેના ઝેરોક્ષ કરી  લેવા જણાવતા જયારે આવા ફોર્મ થોકબંધ હોય તે પૂછતા જણાવેલ કે અમારે અન્ય અરજદારોને આપવા જોઇએને ?  પણ અરજદારો જ માંગે છે ત્યારે માંડ માંડ ત્રણને ફોર્મ આપ્યા હતા. રાજપર ગામેના આ સેવાસેતુમાં ઘેડના રતનપર, ઓડદર, ગોસાબારા, ટુકડા (ગોસા), ગોસા(ઘેડ), રાજપર (નવાગામ) આ છ ગામના લોકો માટેના આ કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહી વ્યકિતગત પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં મુખ્યત્વે આવકના પ૪, આધારકાર્ડના ૪૩, મા અમૃત કાર્ડના ૪૩, રેશનકાર્ડમાં નામ દાખલ કરવાના ર૦, નામ કમી કરવાના ર, નામમાં સુધારા વધારા કરવાના ૬, આરોગ્યને લગતા મેડીસીન સારવારના ૮૦, એએનએમના આર.કે. મકવાણાએ ડાયાબીટીસ અને બી.પી.ની ચકાસણીના ૩૮, ગાયને કોલોજીકલ સારવારના ર૦, સર્જિકલ સારવારના ૪, ડીવમીગ (પશુ સારવાર)ના ૧૪૭પ, પશુ રસીકરણના ૬૦૦, વિકલાંગ બસ કન્સેન્શન પાસેના ૩, સીનીયર સીટીઝન માટે બસના કન્સેન્શન પાસના ૧, માન્ય મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીના ૭, આઇ.સી.ડી.એસ. બાળકોના આધારકાર્ડના ર૧, કાર્યક્રમમાં પૂરી પાડેલ વધારાની સેવા પ્રવૃતિમાં પી.જી.વી.સી.એલ.ના અધિકારી ઓડેદરાએ સીંગલ ફેઇઝ મીટર બદલાવવાના પ કેસો, સહિતના વિવિધ વિભાગને લગતા પ્રશ્નોનો રજૂ થયા હતા. સેવા સેતુના કાર્યક્રમમાં લોકો મારફત રજૂ કરવામાં આવેલ તમામ પ્રશ્નોમાં મોટે ભાગે સરકારની યોજનાનો લાભ આપવા અગેના હોવાથી સ્થળ ઉપર જ હકારાત્મક નિર્ણય કરીને આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાનું લેખિતમાં જણાવાયું હતું.

સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ લીલાભાઇ, તલાટી મંત્રીશ્રીઓ કે.જે. ભેડા (રાજપર), ગોસા(ઘેડ)ને ટુકડાના મંત્રી મુરૂભાઇ પી. પાતા, ઓડદર અને રતનપરના મંત્રી ગજેન્દ્ર લાડવા અને હિતેશભાઇ શીંગરખીયા, તેમજ તાલુકાના તેમજ મામલતદાર કચેરીના સ્ટાફગણ, આંગણવાડીનો સ્ટાફ, આરોગ્ય સ્ટાફ સહિતનાઓ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.

(11:27 am IST)