Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ગીરગઢડાના બેડીયા ગામે ગીર હુંડા આહિર સમાજના સમુહલગ્ન રંગેચંગે સંપન્ન

૬૬ યુગલો લગ્નબંધને બંધાયાઃ સ્વચ્છતાના શપથ લીધા

ઉના તા.૧રઃ ગીરગઢડા તાલુકાથી ૧૪ કિ.મી. દુર બેડીયા ગામે ગીર હુંડા આહિર સમાજ સેવા સમિતિ બેડીયા દ્વારા ૧૪ સમુહલગ્ન ઉત્સવ ભવ્ય રીતે અનોખી રીતે ઉજવાયો હતો.

સમુહલગ્નમાં સમાજના ૬૬ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાઇ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમારોહમાં ભોજનખર્ચનાં સંપૂર્ણ દાતા ડાયાભાઇ, રાજસીભાઇ જોટવા, આર.એચ. હડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ રૈમાબેન ડાયાભાઇ જાલોધરા, રઘુભાઇહુંબલ, ડો.કનુભાઇ કલસરીયા, હરીભાઇ નકુમ, એમ. આર. ગુજ્જર, ભગાભાઇ બારડ, ડો. બી. બી. ગુજજર, ડો.વાઘમસી વિગેરે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી નવદંપતિને આર્શિવાદ આપ્યા હતા.

આ સમુહલગ્નમાં એક વિશિષ્ટતા એ હતી કે લગ્નમાં વરઘોડામાં ડી.જે. ઘોંઘાટ નહી, ફટાકડા ન ફોડી પર્યાવરણ બચાવ સંદેશો આપેલ હતો. તેમજ લગ્નગ્રંથીએ જોડાયેલ નવદંપતિઓને ડસ્ટબીન (કચરા) પેટી આપી સ્વચ્છતા મિશનમાં જોડાયા હતા.આ સમુહલગ્ન ઉત્સવ સફળ બનાવવા ગીર હુંડા આહિર સમાજ સેવા સમિતિનાં તમામ ટ્રસ્ટીઓ, સેવકો, ર૦ ગામ આગેવાનો સ્વયં સેવકો તનતોડ મહેનત કરી હતી. સમુહ જમણવારમાં હજારો જ્ઞાતિજનોએ સમૂહ ભોજન લઇ એકતા બતાવી હતી. અન્ય સમાજને પ્રેરણા પૂરી પાડી હતી.

(10:46 am IST)