Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

૧૯૯૦માં ભાવનગરથી ૧૬૦ કારસેવકો અયોધ્‍યા ગયા'તા

ભાવનગર તા. ૧રઃ અયોધ્‍યા ખાતે રામ મંદિર નિમાર્ણ માટે ચલો અયોધ્‍યા અંતર્ગત પ્રથમ કારસેવા યોજાઇ હતી. જેમાં ભાવનગર શહેર તથા જિલ્લાનાં ૧૬૦ કારસેવકો અયોધ્‍યા ગયા હતા. જેમાં કિરીટ વ્‍યાસ, કૌશીક પટેલ, જગદીશ ભાંગરાડીયા, હરદેવસિંહ ગોહિલ,દિપક ત્રિવેદી, મનકરસિંહ ચુડાસમા, શૈલેષ ભટ્ટ, પોપટ ગુજરાતી, શિવરાજ ગોહેલ, પ્રવિણ ગોહેલ, વસંત ગોપાણી, દિવ્‍યકાંત ગોધાણી, ભરત માંગુકીયા, ભરત વ્‍યાસ, મનજી દાદા, મહાવીરસિંહ રાણા, પંકજ વ્‍યાસ, અશ્વિન વ્‍યાસ, ધુસાભાઇ જોગરાણા, ભાવશંગ પલુગ, જોધાભાઇ ભરવાડ, કમલેશ પટેલ, વજુભાઇ વાળા, બળવંતસિંહ ઝાલા સહિત ભાવનગર શહેર જિલ્લા ૧૬૦ કારસેવકો ચલો અયોધ્‍યા ભાગ લઇ ૧૩ દિવસે ભાવનગર પરત ફર્યા હતા.

ઘોઘાગેટ ચોકમાં કારસેવકોનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ધર્મસભાને કિશોર ભટ્ટ, સંત આત્‍માનંદ સરસ્‍વતિ, સંત રામચંદ્રદાસજીએ સંબોધન કર્યું હતું.

(10:40 am IST)