News of Tuesday, 12th November 2019
ભાસ પાટણ,તા.૧૨: આજથી પાંચ દિવસ સોમનાથ દાદાના મંદિર માનવ સમંદર ધૂધવશે ભકિત સાથે મોજે દરિયા સમો સોમનાથ કાર્તિક પૂર્ણિમા ના પંચદિવસીય મેળામાં પૂણિમાની રાત્રે ભગવાન સોમનાથ મહાદેવના શિખરની ઉપર ચન્દ્ર એવી રીતે પ્રકાશે છે કે જયારે મંદિરમાં શિવની મહાપુજા થતી હોય ત્યારે ચંદ્ર શિખર ઉપર સીધી લીટીમાં એવી રીતે ગોઠવાઇ જાય છે જાણે કે ભગવાન શિવે તેને મસ્તક ઉપર ધારણ કર્યો હોય.
અન્ય દિવસોમાં પણ સોમ એટલે ચંદ્ર શિવ મંદિર પ્રદિક્ષિણા કરતાં કરતાં શિવ સ્તવન કરી રહ્યો હોય તેવી અનુભૂતિ ભકિત હૃદયના શ્રધ્ધાળુ ભાવિકો થાય છે. અમદાવાદ ના અને (સ્ટેચ્યુ ઓફ યુનિટી) વાસ્તુ આર્કિટેક્ટ તેજસ મોજીદા આ અંગે કહે છે કે ‘પૂણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરા નો વધ કર્યો હતો અને પૂર્ણિમા એટલે કે ર્પૂણ ચંદ્ર અને ચંદ્ર નું આ તેજ ભગવાન સોમનાથ પાછું આપ્યું હતું તેથી તે રાત્રે સોમનાથ મંદિર ની ઉપર ૯૦ ચંદ્ર આવે છે આમ વાસ્તુ શાષાના પ્રથમ નિયમ મુજબ આ ભુમિ એવે સ્થળે આવેલી છે જે પૃથ્વી ઉપર બીજે શક્ય નથી'
આપણા ઋષિઓ કે જે વૈજ્ઞાનિક નિયમોના જાણકાર હતા તેઓને મન ઉર્જાની પોઝીટીવ યોગ્ય ભુમિ છે.
સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમા ના મેળાનો પ્રારંભ આજે ગીરસોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના વરદ હસ્તે દિપ પ્રાગટયથી થયો સોમનાથના મેળામાં ખાનપાન સ્ટોલો સેલ્ફી સ્વચ્છા ઝુંબેશ પોઇન્ટ, સોમનાથમાંના થયેલા દર્શનની એલ. ઇ. ડી. સ્કીન, જેલના ભજીયા, ઉધોગ હસ્તકલા પ્રદર્શન ફજેતફાળકા, સોમનાથ તસ્વીર પ્રદર્શન વગેરે છૈ.અને સાથે સાથે પાંચ દિવસ સુધી નામ કિંમત લોકકલાકારો દ્વારા મનોરંજન પુરૂ પાડવામાં આવે છે,પોલીસ દ્વારા જી બે સલાક બંદોબસ્ત ગોઠવાયો છે.સોમનાથ મેળા પોલીસ કટક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે.
જેમાં પી આઇ ૧, પીએસઆઇ ૫, એ.એસપી ૧, પોલીસ ૮૫ ,જી આર ડી હોમગાર્ડ ૪૦, ટી આર બી, ધોડેશ્ચર ૪, ડોગ સ્કવોર્ડ ૧, વોકીટોકી ૨૦ સહિત નો સ્ટાફ પાંચ દિવસ સુધી રહે છે, તેમજ સતત સીસીટીવી કેમેરા અંતર્ગત દેખરેખ રાખવામાં આવે છે.