Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મોરબીમાં રબારી સમાજની છાત્રાલય, બોર્ડીંગ અને જ્ઞાતિ વાડી બનાવવા અંગે કાલે મિટીંગ

મોરબી,તા.૧૨: સમસ્‍ત મચ્‍છુકાંઠા રબારી સમાજ મોરબીની જનરલ મીટીંગ તા. ૧૩ ને બુધવારે સવારે ૧૦ કલાકે સમસ્‍ત મચ્‍છુકાંઠા રબારી સમાજ છાત્રાલય સમાજ વાડી, રવાપરથી લીલાપર તરફ કેનાલ રોડ મોરબી ખાતે યોજાશે

જે મીટીંગમાં સમસ્‍ત મચ્‍છુ કાંઠા રબારી સમાજમાં શિક્ષણની જયોત જગાવવા અને મોરબીના પોશ વિસ્‍તાર એવા રવાપરથી કેનાલ રોડ પર રબારી સમાજની છાત્રાલય, બોડીંગ અને જ્ઞાતિની વાડી બનાવવા માટે સરકાર પાસે મચ્‍છુકાંઠા રબારી સમાજ ટ્રસ્‍ટના નામે જમીનની માંગણી કરેલ હતી જે કાર્યવાહી પૂર્ણ થયેલ છે નજીકના દિવસોમાં સમાજને કબજો મળવાનો છે ત્‍યારે આધુનિક છાત્રાલય, બોડીંગ અને જ્ઞાતિની વાડી બનાવવા માટે ચર્ચા વિચારણા કરવા મીટીંગ યોજાશે જેમાં સમાજના આગેવાનો, યુવાનો સહિતના લોકોએ ઉપસ્‍થિત રહેવા જણાવ્‍યું છે

ᅠᅠᅠᅠᅠᅠᅠ વધુ માહિતી માટે રબારી સમાજ અગ્રણી વાલાભાઈ જીવાભાઈ ખાંભલા, રમેશભાઈ બધાભાઈ અજાણા (રબારી), પરબતભાઈ ભીમાભાઇ કરોતરા, ધારાભાઇ લખમણભાઈ હણ, સવજીભાઈ બીજલભાઈ હણ, હીરાભાઈ રામભાઈ ટમારીયા, કાનજીભાઈ ડુંગરભાઇ ભુમ્‍ભરીયા, ભગવાનજીભાઈ કરશનભાઈ ખાંભલા, મહેશભાઈ દેવાભાઈ અજાણા અને રમેશભાઈ ગાંડુભાઈ અજાણાનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્‍યું છે

બક્ષીપંચની મીટીંગ

ઓબીસી બક્ષીપંચમાં આવતી દરેક જ્ઞાતિના આગેવાનો જોગ યાદીમાં જણાવ્‍યું છે કે તા. ૧૨ ને મંગળવારના રોજ સાંજે ૪ કલાકે રોકડિયા હનુમાન નવલખી રોડ મોરબી ખાતે નાથાભાઈ ભરવાડના અધ્‍યક્ષસ્‍થાને ઓબીસીને મળતા લાભ અને તેમાં થતા અન્‍યાય અંગે મીટીંગ યોજાશે જેમાં ઓબીસી એકતા પરિષદના સ્‍થાપક વેરશીભાઈ ગઢવી ઉપસ્‍થિત રહેશે

(10:33 am IST)