Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મોરબીમાં ઓપન ગુજરાત ડાંસ કોમ્‍પીટીશન

મોરબી,તા.૧૨: ચિલ્‍ડ્રન ડેવલપમેન્‍ટ ફાઉન્‍ડેશન દ્વારા ડિસેમ્‍બરમાં ઓપન ગુજરાત ડાન્‍સ કોમ્‍પીટીશન યોજવામાં આવશે. જેના ફોર્મ વિતરણની શરૂ કરવામાં આવી છે.

ચિલ્‍ડ્રન ડેવલપમેન્‍ટ ફાઉન્‍ડેશન દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ઓપન ગુજરાત ડાન્‍સ કોમ્‍પીટીશન યોજવામાં આવે. છે જેમાં આ વર્ષે ૨૯ ડિસેમ્‍બર ૨૦૧૯ ને રવિવારના રોજ મહેન્‍દ્રસિંહ ટાઉન હોલમાં ડાંસ કોમ્‍પીટીશન યોજાશે જે ડાંસ કોમ્‍પીટીશનમાં જેમાં ૫ થી ૫૫ વર્ષના દરેક વ્‍યક્‍તિ ભાગ લઇ શકશે. દરેક સ્‍પર્ધકને શિલ્‍ડ અને સર્ટીફિકેટ પણ આપવામાં આવશે.

યુવાનીના વીતેલા દિવસોની તાજી યાદ માટે મોમ્‍સ ડાન્‍સનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જે માટેના ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હરીફાઈમાં ભાગ લેવા માંગતા હોય તેમને ૪૯ સૂર્યોદય કોમ્‍પલેક્ષ, પરાબજાર પોસ્‍ટ ઓફિસ સામે, ઓફિસ સમય દરમ્‍યાન લઈ જવાનું રહેશે. વધુ વિગત માટે પ્રમુખ લાલજીભાઈ મહેતા ૯૮૨૫૭ ૯૦૪૧૨ નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

સ્‍નહમીલન યોજાયું

જાગા સ્‍વામિ મિત્ર મંડળ અને સમસ્‍ત મોચી સમાજ મોરબી દ્વારા સ્‍નેહ મિલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.  જેમાં રાસગરબાનું આયોજન કરવામાં આવ્‍યુ. મોરબી મોચી સમાજના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સમાજ આગળ વધે અને આગવી ઓળખ ઉભી કરે એ બાબત પર ભાર મૂકવામાં આવ્‍યો. સમાજના નાના બાળકો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જાગા સ્‍વામિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્‍દ્રભાઇ નાગર તથા નાથા ભાઇ ઝાલા, કાંતિભાઈ રાઠોડ, દિલીપભાઈ પરમારએ જહેમત ઉઠાવી હતી.

ઘુંટુમાં રાત્રે મહારાણા પ્રતાપ નાટક

શ્રી બજરંગ યુવક મંડળ દ્યૂટું (જનકપુર) દ્વારા જેમાં તા. ૧૨ ને મંગળવારે રાત્રે ૦૯:૩૦ કલાકે શ્રી રામજી મંદિર ચોક, દ્યૂટું ગામે મહાન એતિહાસિક નાટક મેવાડનો ઈતિહાસ મહારાણા પ્રતાપ યાને કી મેવાડી તલવાર સાથે કોમિક રજુ કરવામાં આવશે જે નાટકમાં ધર્મપ્રેમી જનતાએ પધારવા નિમંત્રણ એક યાદીમાં પાઠવ્‍યું છે.

મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભવનમાં સમૂહ રાંદલ ઉત્‍સવ

મોરબી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન ખાતે સમૂહ રાંદલ ઉત્‍સવની ઉજવણી કરાઈ હતી મોરબીના મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન ખાતે આયોજિત સમૂહ રાંદલ ઉત્‍સવમાં ૫૪ રાંદલ લોટાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં યજમાન તરીકે શાષાીજી કૃષ્‍ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા શાષાોક્‍ત વિધાન મુજબ પૂજનવિધિ કરવામાં આવેલી હતી સમગ્ર આયોજન મહિલા સમિતિ દ્વારા કરવામાં આવ્‍યું હતું જેમાં કન્‍વીનર આશાબેન સહિત જ્ઞાતિ કાર્યકર, મહેશ જોશી, સુરેશ ત્રિવેદી તથા દિલીપ જાનીએ મહોત્‍સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

(2:14 pm IST)