Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

હળવદમાં રોગચાળા સામે રક્ષણ આપતા ઉકાળાનું શનિવાર સુધી વિતરણ

હળવદ,તા.૧૨: વર્તમાન સમયમાં ફલુ,ડેંગ્‍યુ જેવા રોગચાળાને ધ્‍યાનમાં લઈને અટકાયતી પગલાં રૂપે શનિવાર સુધી રૂતુ જન્‍ય રોગચાળા સામે રક્ષણ આપતા ઉકાળાનુ વિતરણ કરવામાં આવશે. હળવદના આનંદનપાર્ક ૨ વિસ્‍તારમાં આવેલ સરકારી આયુર્વેદ દવાખાના ખાતેસવારે ૯ થી ૧૧ વાગ્‍યા સુધી આ ઉકાળો આપવા માં આવશે જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આયુર્વેદ તબીબ ડોક્‍ટર વડાવીયા અને સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠવાઈ રહી છે.

(10:48 am IST)