Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ઢસા સ્વામિનારાયણ ગુરૂકુળના અક્ષરપ્રકાશ સ્વામી ઉપર લોખંડના પાઇપથી હુમલો

સ્કૂલમાં એડમિશનની ના પાડતા 'મુન્ના' નામના શખ્સે હુમલો કરતા સારવારમાં

ભાવનગર, તા. ૧૧: ઢસા સ્વામિનારાયણ ગુરૂકુળના અક્ષરપ્રકાશ સ્વામીજી ઉપર એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયેલ છે.

મળતી વિગતો મુજબ ઢસા સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી અક્ષર પ્રકાશ સ્વામી ઉપર એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા તેને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ બનાવ અંગે સ્વામીએ જણાવ્યું હતું કે સ્કૂલમાં એક છોકરાને એડમિશનની ના પાડતા મુન્નાભાઇ નામના શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરી ધમકી આપી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)