Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

જુનાગઢમાં ગીરીશભાઇ કોટેચા પરિવાર દ્વારા અનોખી પરંપરા : મહિલાઓનું પૂજન

 જુનાગઢ, તા. ૧રઃ  જૂનાગઢના લોહાણા પરિવાર વર્ષોથી પોતાની દ્યરની મહિલાઓનું પૂજન લક્ષ્મી પૂજનનાં દિવસે કરે છે. તેમનું માનવું છે કે દ્યરમાં જે રહેતી લક્ષ્મીનું જે લોકો માન જાળવે છે તે લોકોને કયારેય દુખ પડતું નથી.

જૂનાગઢના રાજકીય અગ્રણી ગીરીશભાઈ કોટેચાના ઘરે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવાં બદલે દ્યરની મહિલાઓનું પૂજન કરવામાં આવે છે. ગીરીશભાઈના દ્યરમાં આ પરમપરા તેમના પૂર્વજોથી ચાલી આવે છે. દિવાળીના દિવસે દ્યરની મહિલાઓને બાજોઠ ઉપર બેસાડી જેવી રીતે ભગવાન આરતી ઉતારવામાં તેવી જ રીતે આરતી ઉતારાય છે. તેમની ક્ષમાયાચના કરવામાં આવે છે. ગીરીશભાઈ કહે છે ઘરની સ્ત્રીઓ જ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે અને જો દરેક દ્યરે આવી પ્રણાલી હોય તો ઘરમાં શાંતિ અને ધંધામાં હંમેશા બરકત રહે છે.

લોહાણા પરિવારના પતિ પોતાની પત્ની, માતા દીકરીઓની આરતી ઉતારે છે. તેમનું પૂજન અર્ચન કરે છે અને તેના આશિર્વાદ પણ લે છે.આ પરિવારના લોકો પોતાના દ્યરમાં રહેતી મહિલાઓને લક્ષ્મીનું રૂપ માને છે. ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાને ત્યાં આ ઉત્સવ ઉજવાય છે.

આ ઘરની મહિલા ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાના પત્ની પોતાનું પૂજન થાય છે તે અંગે ખુશી વ્યકત કરતા જણાવે છે કે અમારા ઘરમાં વર્ષોથી બધી વહૂઓનું પૂજન કરવામાં આવે છે. જે દ્યરમાં મહિલાઓનું પૂજન થતું હોય તેને બીજે કયાંય લક્ષ્મી શોધવા જવું નથી પડતું. દીકરી અને વહુ જે ઘરમાં હસતી હશે તે દ્યરમાં વાસ્તુશાસ્ત્રના કોઇ નિયમ લાગુ પડતા નથી.

(1:24 pm IST)