Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

મોરબીના રાજપર રોડ પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત :ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

મોરબીઃ મોરબીના રાજપર રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર ત્રિપલ સવારી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. આ ત્રણેય મૃતક મિસ્ત્રી કામ કરતા હતા. ત્યારે ચાંચાપર ગામથી કામ કરીને પરત આવી રહ્યાં હતા ત્યારે રાજપર રોડ પર સામેથી આવતી કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં આ ત્રણેયના કમકમાટી ભર્યા મોત થયા છે. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 
(10:14 pm IST)