Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીની આર્ટસ કોલેજમાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો

બાળકોના તથા મહિલાઓના રક્ષણ બાબતે યોગ્ય જાગૃતિ લાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

મોરબી :  રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે મોરબીની યુ એન મહેતા આર્ટસ કોલેજ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ વિષય અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એ ડી ઓઝાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

જેમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આર કે પંડ્યા દ્વારા બાળકોના તથા મહિલાઓના રક્ષણ બાબતે યોગ્ય જાગૃતિ લાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તે ઉપરાંત સીનીયર સિવિલ જજ વી એલ પરદેશી, એડીશનલ સિવિલ જજ કુમારી ચુનૌતી, મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર લખધીરકા, મહિલા બાળ વિકાસ અધિકારી શૈલેશભાઈ અંબાલીયા, સખી વન સ્ટોપ સેન્ટરના અધ્યક્ષ પ્રવિણાબેન પંડ્યા, પેનલ વકીલ ખુશ્બુબેન કોઠારીએ કાર્યક્રમમાં જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું કર્યક્ક્રામમાં આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.

(12:30 am IST)