Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક હવે ૨૨મીએ મળશે

મોરબી : અગાઉ ૧૬ તારીખે મળનારી બેઠક હવે ૨૨મીએ મળશે બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે.
મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૬/૧૦/૨૦૨૧, શનિવારે યોજવાને બદલે હવે તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ શુક્રવારે બપોરના ૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના સંકલનના સર્વે અધિકારીઓને જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.

(12:29 am IST)