Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબીના કેરાળા ગામના ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાયા : સાત સામે ગુન્હો

સાત શખ્સોએ ઉચું વ્યાજ વસુલી પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ

મોરબી તાલુકાના કેરાળા ગામના રહેવાસી ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાયા હોય જેને સાત ઈસમો પાસેથી ઊંચા વ્યાજે રકમ લીધી હોય જે મામલે પઠાણી ઉઘરાણી કરીને હેરાન પરેશાન કરતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

મોરબીના કેરાળા ગામના રહેવાસી અરવિંદભાઈ પ્રેમજીભાઈ ચારોલાએ પોલીસ ફરિયાદમાં આરોપી મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા, રાજેશભાઈ આણંદભાઈ જીલરીયા (રહે બંને શનાળા બાયપાસ), નરસંગ જેસંગ રાઠોડ( રહે નાગડાવાસ), હર્ષદ પરબત ચાવડા (રહે નાની બરાર), સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગર (રહે ખાખરાળા), ભાવેશભાઈ બાવાજી ( રહે મોરબી) અને સુમિત મળજી ચારોલા (રહે કેરાળા (હરીપર) એ વ્યાજે લીધેલ રકમ બાબતે પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જેમાં આરોપી મહેન્દ્રસિંહ ઝાલા અને રાજેશભાઈ જીલરીયા પાસેથી ૬ ટકા લેખે ૧૨ લાખ નું આઠ મહિનામાં રૂ ૮ લાખ વ્યાજ સહીત કુલ રૂ ૨૦ લાખ લઇ તે રૂપિયા ચુકવવા માટે આરોપી નરસંગ રાઠોડએ રૂ ૧૨ લાખનું ૮ લાખ વ્યાજ સહીત કુલ રૂ ૨૦ લાખ લઇ આરોપી હર્ષદ ચાવડાએ પણ રૂ ૩૫ લાખ મહિનાના ૩.૫ ટકા વ્યાજ લઇ ૧૨ વીઘા જમીનનો દસ્તાવેજ કરી આરોપી સાગર ડાંગરે પણ રૂ ૭ લાખ ૫ ટકા વ્યાજે આપી વ્યાજ પેટે ૪૫ હજાર લઇ વ્યાજ સહીત ૧૫ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી આરોપી ભાવેશ બાવાજીએ ૧ લાખના રોજ ૧૦૦૦ લેખે વ્યાજે આપી રૂ ૨૦ હજાર વ્યાજ લઈને રૂ 4.૫ લાખની પઠાણી ઉઘરાણી કરી આરોપી સુમિત ચારોલાએ કલ્પેશભાઈ બારોટને રૂ ૨ લાખ મહિનાના ૩.૫ ટકા વ્યાજે આપી મહીને ૭ હજાર વ્યાજ લઇ તે રૂપિયા વ્યાજ સહીત ફરિયાદી અરવિંદભાઈ ચારોલા પાસે માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે સાત ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:19 am IST)