Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાપરથી જાખોત્રા નજીક જતી લોકલ એસટી બસમાં પીધેલાં શખ્સો બાખડયા : ડ્રાઈવર બસ સીધી પોલીસ મથકે લઇ ગયા

પોલીસે પેસેન્જરોને ચેક કરતાં દારૂના નશામાં ધુત ત્રણ પેસેન્જર ઝડપાયાં: ત્રણે પાસેથી દેશી દારૂની કોથળીઓ પણ ઝડપાઈ

રાપરથી જાખોત્રા નજીક જતી લોકલ એસટી બસમાં પીધેલાં શખ્સો બાખડતાં ડ્રાઈવર બસને સીધી બાલાસર પોલીસ મથકે લઈ ગયો હતો. પોલીસે પેસેન્જરોને ચેક કરતાં દારૂના નશામાં ધુત ત્રણ પેસેન્જર ઝડપાયાં હતા. ત્રણે પાસેથી દેશી દારૂની કોથળીઓ પણ ઝડપાઈ હતી

(8:30 pm IST)