Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ગાંધીધામના મીઠીરોહર પાસે અજાણ્યા વાહનની અડફેટે નેપાળી કિશોરનું મોત

મૃતક નજીકની એક ટીમ્બર ફેક્ટરીમાં ઑફિસ બૉય તરીકે કામ કરતો હતો

ગાંધીધામના મીઠીરોહર પાસે રાતના અંધારામાં અજાણ્યા  વાહને મોટર સાયકલિસ્ટને ટક્કર મારતાં નેપાળના વતની ૧૪ વર્ષિય ઈમાન કાલે બીકા નામના કિશોરનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યાં બાદ અજાણ્યો ચાલક વાહન સમેત નાસી છૂટ્યો હતો. મધરાત્રે ૧ વાગ્યાના અરસામાં ગાંધીધામ-ભચાઉ હાઈવે પર આજવા પાર્કિંગ નજીક આ દુર્ઘટના ઘટી હતી. મૃતક નજીકની એક ટીમ્બર ફેક્ટરીમાં ઑફિસ બૉય તરીકે કામ કરતો હતો

(8:21 pm IST)